Site icon Revoi.in

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો  

Social Share

દિલ્હી:બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય શોક મનાશે.આ દિવસે રાણી એલિઝાબેથના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેમને આપણા સમયના દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે તેમના દેશ અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું.તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, “મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી હતી.તેમના નિધનથી આઘાત લાગ્યો છે. દુઃખની આ ઘડીમાં મારી હૃદયપૂર્વકની સંવેદના તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.”