Site icon Revoi.in

ગાંધીનગરમાં તપોવન સર્કલ નજીક પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રક પાછળ અથડાતા કારચાલકનું મોત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર શહેરના તપોવન સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  તપોવન સર્કલ પાસે  એક ટ્રક રોડ ઉપર ઉભી હતી. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કાર  ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેતાં દિપક કુમાર શ્યામસુંદર શરાફનાં કાકાનો દીકરો વિશાલ સુરેશકુમાર શરાફ (રહે શાહીબાગ અમદાવાદ) લેન્ડ માર્ક હોન્ડા એસ.જી.હાઇવે થલતેજ અમદાવાદ ખાતે નોકરી કરતો હતો. ગઈકાલે વિશાલ પોતાની કાર લઇ એપોલો સર્કલથી તપોવન સર્કલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે તપોવન સર્કલ પાસે રોડ ઉપર એક ટ્રક ઉભી હતી. તેની પાછળ પૂરફાટ ઝડપે આવેલી વિશાલની કાર ધડાકા સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન અકસ્માતની જાણ થતાં દિપકકુમાર શરાફ સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને વિશાલને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે વિશાલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ બનાવના પગલે મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને અડાલજ પોલીસ પણ પણ દોડી ગઈ ગઈ હતી. આ અંગે દિપકકુમારની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.