Site icon Revoi.in

દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ભીષણ આગ,4 માળની ઈમારતમાં ઘણા લોકો ફસાયા

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.ન્યૂ અશોક નગરમાં 4 માળની ઈમારતમાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે છે.ઇમારતની બહાર લાકડાની સીડીઓ દ્વારા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

ન્યૂ અશોક નગરમાં આ આગ મેટ્રો લાઇન પાસેની બિલ્ડીંગમાં લાગી છે.આગની માહિતી બપોરે 3.35 કલાકે મળી હતી.ફાયર વિભાગનો દાવો છે કે 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, હાલમાં કોઈ જાનહાની થઈ નથી.

આ પહેલા 29 જૂને દિલ્હીના મંગોલપુરીમાં આગ લાગી હતી. ત્યારબાદ મંગોલપુરી ફેસ-1 વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના 26 વાહનો દ્વારા તેને કાબુમાં લેવામાં આવ્યો હતો.

 

Exit mobile version