Site icon Revoi.in

સુરતના પીપોદરામાં વીજ ટ્રાન્સફોર્મર બદલીને વીજચોરી કરાતા રૂપિયા 2.63 કરોડનો દંડ કરાયો

Social Share

સુરતઃ માત્ર સૌરાષ્ટ્રમાંજ નહીં,  દક્ષિણ ગુજરાતમાં પણ વીજચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. વીજળીના મીટર સાથે છેડછાડ કરવી અથવા વીજ પુરવઠાના કેબલ સાથે અનધિકૃત રીતે વાયર જોડવા એ પાવર ચોરીની સામાન્ય રીતો જાણીતી છે. પરંતુ તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના અધિકારીઓની સામે એક એવો કેસ આવ્યો કે જેમાં ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સને -અનધિકૃત રીતે લગાવીને વીજળીની ચોરી કરવામાં આવી હતી. વીજળી ચોરીનો ખુલાસો ડીજીવીસીએલની એક ટીમ દ્વારા જાન્યુઆરી મહિનામાં પીપોદરાના ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં દરોડા દરમિયાન થયો હતો. જ્યાં લગભગ 5000 જેટલાં ગ્રાહકો હતા. વીજ ચેકિંગ ટીમને દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, બે ટેક્સટાઈલ યુનિટે સત્તાવાર રીતે સ્થાપવામાં આવેલા ઓછી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર્સને બદલીને ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સ ઈન્સ્ટોલ કર્યા હતા. આ સિવાય આ યુનિટો પર વીજ મીટર નહોતું અને વિતરણ કંપનીને કોઈ પણ જાતની ચૂકવણી કર્યા વગર જ વીજળીનો વપરાશ થતો હતો. DGVCLના એત અધિકારીએ જણાવ્યું કે, ટીમે આ યુનિટો પર દરોડા પાડ્યા હતા અને માલિકને રુપિયા 2.63 કરોડનો દંડ ફટકાર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પીપોદરાના ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં બે ટેક્સટાઈલ યુનિટે સત્તાવાર રીતે સ્થાપવામાં આવેલા ઓછી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર્સને બદલીને ઉચ્ચ ક્ષમતાના ટ્રાન્સફોર્મર્સ ઈન્સ્ટોલ કર્યા હતા. આ સિવાય આ યુનિટો પર વીજ મીટર નહોતું અને વિતરણ કંપનીને કોઈ પણ જાતની ચૂકવણી કર્યા વગર જ વીજળીનો વપરાશ થતો હતો DGVCLએ ટેક્સટાઈલ યુનિટ્સના માલિકોને રૂપિયા 2.63 કરોડનો દંડ ફટકાર્યો છે. દંડની રકમની ગણતરી પાછલા એક વર્ષમાં યુનિટો દ્વારા કરવામાં આવેલી અંદાજિત વીજની ખપતના આધારે કરવામાં આવી હતી. અકમો દ્વારા ઉપયોગમાં લેવાતી મશીનરી અને વીજ કંપની દ્વારા નિર્ધારિત પદ્ધતિઓના આધારે વપરાશનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. DGVCLને તપાસમાં જાણવા મળ્યું કે,  કંપનીના માલિકે યુનિટના પરિસરમાં કંપનીના બે 100 KVA ટ્રાન્સફોર્મરને બદલીને 200 KVA ટ્રાન્સફોર્મર ઈન્સ્ટોલ કર્યા હતા. DGVCLના ડેપ્યુટી એન્જિનિયરિર એકે પટેલે જણાવ્યું કે, ડીવીસીએલ દ્વારા 100 કેવીએ ટ્રાન્સફોર્મર લગાવ્યું હતું, પરંતુ આરોપીઓએ તેને બદલીને 200 કેવીએના ટ્રાન્સફોર્મર લગાવી દીધા હતા. જો કે, જૂના ટ્રાન્સફોર્મર ક્યાં ગયા એ હજુ સુધી જાણી શકાયું નથી. જે બાદ અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીજ કંપની દ્વારા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, યુનિટો છેલ્લાં એક વર્ષથી 200 કેવીએ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી રહ્યાં હતા.