Site icon Revoi.in

અમદાવાદના પ્રેમ દરવાજા નજીક ત્રણ દુકાનો અને એક ટેમ્પામાં લાગી આગ,

Social Share

અમદાવાદઃ શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં તેલની એક દુકાનમાં લાગેલી આગ વધુ પ્રસરતા આજુબાજુની દુકાનો તેમજ પાર્ક કરેલા એક ટેમ્પાને પણ લપેટમાં લીધો હતો. આમ ત્રણ દુકાનો અને એક ટેમ્પામાં આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોને ત્વરિત ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી હતી, સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહીની થઈ નહતી.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના માધુપુરા વિસ્તારમાં પ્રેમ દરવાજા પાસે આવેલા તેલની દુકાનોમાં બપોરના સમયે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમોને રવાના કરવામાં આવી હતી. આગે ટૂંક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ત્રણ જેટલી દુકાનો અને એક ટેમ્પો ઝપેટમાં આવી ગઈ હતો. આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

સ્થાનિક વેપારીઓના કહેવા મુજબ પ્રેમ દરવાજા પાસે તેલની દુકાનો આવેલી છે, જેમાં આગ લાગી હતી. પહેલા એક દુકાનમાં આગ લાગી હતી, ત્યારબાદ એક બાદ એક એમ ત્રણ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ દસ મિનિટમાં એટલી વિકરાળ બની ગઈ હતી. અને બહારના ભાગે પડેલો ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગના પગલે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. આગને જોવા માટે આજુબાજુના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો કરતાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ લાગવા અંગે તપાસ કરવામાં આવી હતી