Site icon Revoi.in

દુનિયામાં સારી વસ્તુ મફતમાં નથી મળતી, તેની અમુક કિંમત ચુકવવી પડે છેઃ રાજનાથ સિંહ

Social Share

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO કાર્યક્રમમાં સંરક્ષણ સંબંધિત સાધનોની ગુણવત્તા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, તમે લોકોએ સાંભળ્યું જ હશે કે દુનિયામાં કોઈ સારી વસ્તુ મફતમાં મળતી નથી. દરેક વસ્તુ માટે અમુક કિંમત ચૂકવવી પડે છે.

સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘હું મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું કે સંરક્ષણ સંબંધિત ઉપકરણોમાં ગુણવત્તા શા માટે મહત્વપૂર્ણ છે. તમે બધાએ એ કહેવત તો સાંભળી જ હશે કે ‘ધેર ઈઝ નો ફ્રી લંચ’ એટલે કે દુનિયાની કોઈ સારી વસ્તુ મફતમાં મળતી નથી. દરેક વસ્તુની કોઈને કોઈ કિંમત હોય છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂકવવી પડે છે. તેવી જ રીતે, ગુણવત્તા સુધારવા માટે કંઈ મફતમાં કરી શકાતું નથી.

તેમણે કહ્યું કે તેનો સીધો અર્થ એ છે કે જો તમે કોઈ સારું સાધન બનાવી રહ્યા છો તો વધુ સારી ગુણવત્તા માટે તમારે તમારી કુશળતા અને કાર્યબળમાં સુધારો કરવો પડશે. જ્યારે આ બધી વસ્તુઓને મિશ્રિત કરીને કોઈ ઉપકરણ તૈયાર કરવામાં આવે છે, ત્યારે તે સારી ગુણવત્તામાં આપણી સમક્ષ દેખાય છે.

રાજનાથ સિંહે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એક કહેવત છે કે જેટલો ગોળ નાખો તેટલો મીઠો હશે. આ કહેવત દરેક જગ્યાએ લાગુ પડે છે. તમે કરેલી મહેનતનું ફળ તમને મળશે. તમે ગુણવત્તા પર જેટલું ધ્યાન આપશો તેટલી તમારી માંગ વધશે.