Site icon Revoi.in

અમદાવાદના નરોડામાં કેમિકલની ફેકટરીમાં લાગેલી ભીષણ આગને કલાકની જહેમત બાદ કાબુમાં લીધી

Social Share

અમદાવાદઃ શહેરમાં  નરોડા વિસ્તારમાં આવેલી GIDCમાં ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલા આલ્ફા મેટલ પાસે આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં 10 જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયરબ્રીગેડના લાશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં  લીધી હતી. 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી ફાયરના લાશ્કરોએ આગ કાબુમાં લીધી હતી. આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ઉનાળાના વધતા તાપમાન સાથે આગના બનાવો પણ વધતા જાય છે. શહેરના નરોડા વટવા GIDCમાં સુકેમ કેમિકલ ફેકટરીમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયરબ્રીગેડને કરાતા ફાયરબ્રીગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગ બુઝાવવા ફાયરના લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ફેક્ટરીમાં થીનર બનતું હોવાથી સોલ્વન્ટના બેરલ ફેક્ટરીમાં હોવાના કારણે જોખમ વધ્યું હતું. 15 જેટલા ફાયરના વાહનો દ્વારા લાશ્કરોએ પાણીનો સતત મારો ચલાવ્યો હતો. તેમજ આજુબાજુની કારખાના ફેક્ટરીઓમાં પણ આગ ન પ્રસરે તેની તકેદારી રાખી હતી, સતત એક કલાકની જહેમત બાદ આગને કાબુ લીધી હતી. આદ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

ફાયરબ્રીગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં આગ લાગલાના બનાવો વધતા જાય છે.19 એપ્રિલે અમદાવાદના સનાથલ સર્કલ નજીક સાંજના સમયે કુલર બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.

Exit mobile version