Site icon Revoi.in

દિલ્હીના ગફ્ફાર માર્કેટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Social Share

દિલ્હી: રાજધાનીમાં આગના કિસ્સા અટકવાના નામ નથી લઈ રહ્યા.ત્યાં હવે દિલ્હીના કરોલ બાગના ગફાર માર્કેટમાં સામે આવ્યો છે. જ્યાં જોરદાર આગ ફાટી નીકળી હતી.માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આગની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે,અહીં 39 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે.ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હજુ સુધી કોઈ વ્યક્તિ આગમાં ફસાયા કે ઘાયલ થયાના અહેવાલ નથી.

કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.કરોલ બાગના ગફ્ફાર માર્કેટમાં લાગેલી આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી.માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જો કે જ્યાંથી આગ લાગી છે ત્યાંની શેરી ખૂબ જ સાંકડી છે. જેના કારણે તેણે આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ગફ્ફાર બજાર ઈલેક્ટ્રોનિક્સ માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે.આવી સ્થિતિમાં, અહીં દિવસ દરમિયાન ઘણી ભીડ રહે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.જો દિવસ દરમિયાન આગ લાગી હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. આગના સમયે બજાર બંધ હતું અને અહીં બહુ ઓછા લોકો હતા. જેના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી

Exit mobile version