Site icon Revoi.in

પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટેરોઈડ,નાસાએ આપી જાણકારી

Social Share

દિલ્હી:અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘4660-નિરસ’ નામનું એસ્ટેરોઈડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ એસ્ટેરોઈડ 11 ડિસેમ્બરના દિવસે પૃથ્વીની કક્ષામાંથી પસાર થશે. નાસાએ જણાવ્યું કે ‘4660-નિરસ’ એસ્ટરોઈડનો વ્યાપ 330 મીટરથી વધારે છે. આ એસ્ટેરોઈડ લગભગ 3.9 મિલિયન કિલોમીટરના અંતરે રહીને પૃથ્વીનો સંપર્ક કરશે.

જાણકારી અનુસાર પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ્યા બાદ આસામાની ચટ્ટાનો અથવા તો એસ્ટરોઈડ તૂટીને સળગી જાય છે અને ક્યારેક ઉલ્કાપિંડ તરીકે પૃથ્વી પર ધસી આવે છે. પરંતુ નાના ટૂકડાથી કોઈ નુકશાન થતુ નથી. સામાન્ય રીતે આ સાગરોમાં ખાબકે છે કારણ કે પૃથ્વીના મોટાભાગનો વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે.

ઉલ્લેખનીય છે કે,નાસા દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઝડપી આસામાની પદાર્થ પૃથ્વીથી 46.5 લાખ કિલોમીટરના અંતરેથી આવવાની સંભાવના હોય છો તે ખતરનાક ગણાય છે. NASAની Sentry સિસ્ટમ આવા ખતરા પર પહેલેથી જ નજર રાખે છે તેમાં આગામી 100 વર્ષઓ માટે 22 એવા એસ્ટરોઈડ છે જેમની પૃથ્વી સાથે ટકરાવાની બિલકુલ ઓછી સંભાવના છે.

પૃથ્વીની પાસે પોતાનું ગુરુત્વાકર્ષણ બળ એટલું છે કે તે અવકાશી પદાર્થોને પોતાની કક્ષામાં આવતા એટલી ઝડપે ખેંચે છે કે તે સપાટી સુધી પહોંચતા તેના રજકણો અથવા નાના-નાના ટૂકડા થઈ જાય છે અને પૃથ્વીને કોઈ નુક્સાન થતું નથી.