Site icon Revoi.in

અમદાવાદમાં તિરંગા યાત્રામાં દેશના ત્રણેય પાંખના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાં

Social Share

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે હાથમાં તિરંગો લઈને ઉભેલા હજારો લોકોને જોતા એવું લાગે છે કે દેશના દરેક બાળક અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું અભિયાન સફળ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશમાં એક પણ ઘર એવું નહોતું જ્યાં તિરંગો ફરકાવવામાં ન આવ્યો હોય અને લોકોએ સેલ્ફી પણ ન લીધી હોય.  શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ દેશની જનતાને તેમનાં ઘરે ફરીથી ત્રિરંગો ફરકાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાંથી માટી અને તિરંગો લઈને યુવાનો દિલ્હી પહોંચશે. આ યુવાનો દેશભરમાંથી લાવવામાં આવેલી માટી અને તિરંગો દિલ્હીમાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને સોંપશે. યુવાશક્તિ પણ દરેક ગામમાં એક મહાન ભારતના સંકલ્પનો પ્રસાર કરશે.

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઓપન પાર્ટી પ્લોટ ખાતેથી રાખવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં સૌથી પહેલા દેશની ત્રણેય પાંખના જવાનો અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા જોવા માટે લોકો પોતાના ઘરની બાલ્કની અને ધાબા ઉપર ઊભા રહી ગયા હતા. તો કેટલાક નાગરિકોએ પોતાના હાથમાં તિરંગો લહેરાવી અને તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોનું સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવી ઓપન પાર્ટી પ્લોટ ખાતેથી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી. તિરંગા યાત્રામાં સૌથી પહેલા દેશની ત્રણેય પાંખના જવાનો અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે. આ સાથે જ મુખ્યમંત્રી પણ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા. ઘાટલોડિયાનો કે. કે નગર રોડ તિરંગાથી લહેરાઈ ઊઠ્યો છે.

1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયાં હતાં. તિરંગા યાત્રા જોવા માટે લોકો પોતાના ઘરની બાલ્કની અને ધાબા ઉપર ઊભા રહી ગયા હતા. તો કેટલાક નાગરિકોએ પોતાના હાથમાં તિરંગો લહેરાવી અને તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોનું સ્વાગત કર્યું હતું. નાગરિકો પોતાના મોબાઈલમાં તિરંગા યાત્રાના ફોટો અને વીડિયો લીધા હતા. સમગ્ર રોડ પર વંદે માતરમ્ અને ભારત માતા કી જયના લોકોએ નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 1857થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આઝાદી પ્રાપ્ત થઈ છે. આઝાદી મળી તેની પાછળ લાખો કરોડો લોકોએ 90 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યાં હતાં. વીર સપૂત ભગતસિંહ, ખુદીરામ બોઝ, બાબુ કુંવર સિંઘ સહિત કેટલાંય વીર શહીદો હસતા હસતા ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે વીરગતિ પામ્યાં હતાં. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી. દેશના 75થી 100 વર્ષની આ યાત્રામાં સૌ દેશવાસીઓ દેશને દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે આપણું સંપૂર્ણ યોગદાન અર્પણ કરવા કટિબદ્ધ છીએ. આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે.