Site icon Revoi.in

અમદાવાદમાં ક્રિકેટરસિયાઓમાં અનેરો ઉત્સાહ, ઈન્ડિયન ટીમના ટીશર્ટ ખરીદવા પડાપડી

Social Share

અમદાવાદઃ શહેરના ક્રિકેટરસિયાઓમાં આજે રમાનારી  ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લીધે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ પોતાની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં સાથે બેસીને ટીવી પર રોમાંચક મેચને નિહાળવા માટેનું આયોજન કર્યુ છે. ઘણાબધા યુવાનોએ ફટાકડાની ખરીદી કરી લીધા છે. ભારતીય ટીમ વિજેતા બનતા જ ફટાકડા ફોડીને જીતની ખૂશી મનાવાશે. રવિવારે સવારથી જ સેટેલાઈટ સહિત કેટલાક વિસ્તારોમાં ફુટપાથ પર ઈન્ડિયન ટીમના ટીશર્ટ (જર્સી) વેચનારાઓ જોવા મળ્યા હતા. જેમાં વિરાટ કોહલી લખેલા ટીશર્ટનું સારૂએવું વેચાણ થયાનું હોકર્સ જણાવી રહ્યા હતા.

શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ મેચનો રોમાંચક મુકાબલો જામશે. આ મેચને લીધે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાઈવ મેચ નિહાળવા માટે લોકો બપોરથી પોતાના ઘરમાં ટીવી સામે બેસી જશે. શહેરની ઘણીબધી સોસાયટીમાં મોટા સ્ક્રીન પર ફાઈનલ મેચના જીવંત પ્રસારણનું આયોજન કર્યું છે. બપોરના સમયે મેચને લીધે રસ્તાઓ પરનો ટ્રાફિક સુમસામ બની જશે. રવિવારે સવારથી શહેરમાં ઠેર ઠેર ભારતીય ટીમના ટીશર્ટનું વેચાણ કરતા ફેરિયાઓ જોવા મળી રહ્યા છે. સૌથી વધારે વિરાટ કોહલી અને રોહિત શર્માની જર્સીનું વેચાણ થઈ રહ્યું છે.

શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રવિવારે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં રોડના ફુટપાથ પર ફેરીયાઓ દ્વારા  ભારત ટીમની ટોપી અને  ટી-શર્ટ-જર્સીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ફેરિયાઓ દ્વારા પાંચ લાખ રૂપિયાની જર્સીનું વેચાણ કરાયું હોવાનું કહેવાય છે. સૌથી વધારે લોકો રોહિત શર્માની અને વિરાટ કોહલીની જર્સી ખરીદી રહ્યા છે. જર્સીનો ભાવ રૂ. 200થી લઈ 500 સુધી છે. જ્યારે ટોપી રૂ. 100થી 200ની મળે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બન્ને ટીમના હોટલના રૂટ્સ પર વેલકમના પોસ્ટર લગાવ્યાં છે. પકવાન સર્કલથી તાજ સ્કાયલાઈન હોટલ સુધી વેલકમ ઓસ્ટ્રેલિયાનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જ્યારે પકવાન સર્કલથી ગોતા તરફ ભારતીય ટીમનાં વેલકમનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.