Site icon Revoi.in

સંસદમાં ચર્ચા પહેલા ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક મળી – પીએમ મોદીએ વિપક્ષ પર સાઘ્યુ નિશાન

Social Share

દિલ્હીઃ- વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારથી લોકસભામાં ચર્ચા શરૂ થાય તે પહેલા બીજેપી દ્રાર એક બેઠક બોલાવામાં આવી હતી જેમાં પીેમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધીને તેને આડેહાથ લીધુ હતુ.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ  ચર્ચા પહેલા ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠક થઈ હતી, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. પીએમ મોદીનું સીધું નિશાન અહીં વિપક્ષનું ભારત ગઠબંધન હતું, પીએમ મોદીએ કહ્યું કે, ગત દિવસે રાજ્યસભામાં વિપક્ષની સેમીફાઈનલ જોવા મળી હતી. પીએમે તેમના સાંસદોને અભિનંદન આપતા કહ્યું કે તમે બધા આ સેમીફાઈનલ જીતી ગયા છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે લોકો સામાજિક ન્યાયની વાત કરતા હતા, આજે તેઓ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણના કારણે સામાજિક ન્યાયને મોટું નુકસાન કરી રહ્યા છે. પીએમ મોદીએ ફરી એકવાર ભ્રષ્ટાચાર છોડો ભારત, પરિવારવાદ છોડો ભારત અને તુષ્ટિકરણ છોડો ભારતનો નારો આપ્યો.
બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષ અવિશ્વાસથી ભરેલો છે અને આ બતાવવા માટે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ સેમીફાઈનલ ઈચ્છે છે અને સેમીફાઈનલ ગઈકાલે થઈ હતી. પરિણામ સૌની સામે છે. તેમણે કહ્યું કે સામાજિક ન્યાયની વાત કરનારાઓએ વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજકારણ દ્વારા તેને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે
ઉલ્લેખનીય છે કે  સંસદના ચોમાસુ સત્રના 14મા દિવસે ગૃહમાં રાજકીય ચર્ચા પહેલા શાસક અને વિપક્ષ બેઠક કરીને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આજે મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે.
Exit mobile version