Site icon Revoi.in

સીપ્લેન માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર વધુ 10 લાખના ખર્ચે મોનિટરિંગ સ્ટેશન બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરની  સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવા અનિયમિત હોવાથી રિસ્પોન્સ મળ્યો ન હતો. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ પર હાલના વોટર એરોડ્રોમ ઓપરેશન સેન્ટરની ઉપર એક વધારાનું શેડ બનાવામાં આવશે

સૂત્રોએ જણાવ્યું હતું કે સી પ્લેન સેવા હાલમાં સ્થગિત છે અને સપ્ટેમ્બરમાં ફરી શરૂ થવાની શક્યતા છે. આ સેવા માટે મોનિટરીંગ પોસ્ટની જરૂરિયાત સમજાવતા એક અધિકારીએ કહ્યું કે સી પ્લેનનું સંચાલન વિઝ્યુઅલ ફ્લાઇટ રૂલ્સ પર આધારિત છે. તેનો સીધો અર્થ એ છે કે વિમાન તેને ચલાવનાર ને સ્પષ્ટ દેખાય તેવી હવામાન પરિસ્થિતિઓમાં કાર્ય કરે છે. વાદળો, વરસાદ, ધુમ્મસ, લો વિઝિબિલિટી અને પ્રતિકૂળ હવામાન દરમિયાન આ સેવામાં અવરોધ ઉભા થાય છે. વોટર એરોડ્રોમમાં પહેલેથી જ હવામાન મોનિટર, બિકન, લેન્ડિંગ-ટી અને વિન્ડસોકથી સજ્જ એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન છે. જો કે, હાલમાં જે ઊંચાઈ પર છે તે પક્ષીઓની હિલચાલ પર નજર રાખવા માટે યોગ્ય નથી. તેથી આ જ સ્થળે ઉપર પ્લેનના માર્ગમાં આવતા અવરોધો પર નજર રાખવા માટે એલિવેટેડ કેબિન બનાવવામા આવશે. તેના માટે 10 લાખ રૂપિયાના રોકાણની જરૂર પડશે.