1. Home
  2. Tag "sea-plane"

ગુજરાત સરકારને સી-પ્લેનનો મોહ છૂટતો નથી, કરોડોના આંધણ પછી હવે ફરીવાર ટેન્ડર મંગાવાશે

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.. પરંતુ સી-પ્લેનને વારંવાર મરામત માટે મોકલાતું હતું તેથી અનિયમિત સેવા તેમજ પુરતા પ્રવાસીઓ ન મળવાને કારણે સી-પ્લેન સેવાનું બાળમરણ થયું હતું. ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સી-પ્લેન સેવા કાર્યરત રહી શકી નહતી. સરકારે સી-પ્લેન સેવા પુનઃ કાર્યરત […]

ગુજરાત સરકારે સી-પ્લેન પાછળ 13 કરોડનો ખર્ચ કર્યા બાદ હવે આખીયે યોજના જ અભેરાઈએ ચડાવી દીધી

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલી સી-પ્લેન સેવા પાછળ સરકારે 13 કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ આખીયે યોજના જ અભેરાઈએ ચડાવી દીધી છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કહ્યું હતું કે, સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધીમાં 13 કરોડ 15 લાખ કરતા વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેથી હાલની […]

ગુજરાત સરકાર હવે બેન્કો પાસેથી ઓછા વ્યાજની લોન લઈને સી-પ્લેન ચલાવશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા 18 મહિનાથી બંધ છે. શરૂઆતથી સી-પ્લેન સેવા અનિયમિત રહેતા પ્રવાસીઓનો યોગ્ય રિસ્પોન્સ મળ્યો નહતો. અને સી-પ્લેન સેવા બંધ કરવી પડી હતી. ત્યારબાદ સરકારે ટેન્ડર રિલીઝ કરીને ઓફર મંગાવી હતી. તેને પણ રિસ્પોન્સ ન મળતા આખરે રાજ્ય સરકારે બેન્ક પાસેથી ઓછા વ્યાજે ફાયનાન્સ […]

સી-પ્લેન ફરી શરૂ કરવા સરકારે ટેન્ડર ઈસ્યુ કર્યા, ત્રણ કંપનીઓ વચ્ચે હરિફાઈ

ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર સુધી સી-પ્લેનની સેવા ઓશરૂ કરવામાં આવી હતી, જોકે વારેવાર સી-પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલવું પડતું હોવાથી સી-પ્લેન સેવા અનિયમિત બનતા તેનું બાળમરણ થયું હતું હવે સરકારે ફરીવાર સી-પ્લેન  માટે ટેન્ડર જારી કર્યા છે. કેન્દ્ર દ્વારા સ્ટેટ એવિએશન વિભાગને સી-પ્લેન પ્રોજેક્ટ સોંપાયા બાદ બહાર પાડેલાં ટેન્ડરમાં રાજ્યની બે અને […]

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન માટે ફરી ટેન્ડર બહાર પડાયું

ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે સી-પ્લેનને વારંવાર મરામત માટે મોકલવામાં આવતું હોવાને લીધે આ સેવા અનિયમિત બનતા તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. સરકારે પણ સી-પ્લેન સેવાને સફલ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લાખો રૂપિયાના ખર્ચે પાણીમાં જ […]

પ્રયાગરાજની ગંગા થી લલિતપુરની બેતવા વચ્ચે પણ સી પ્લેન સેવાના આરંભ માટે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી

ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ એર કનેક્ટિવિટી વધારવા પર ભાર ગંગા પ્રયાગરાજ થી બેતવા-લલિતપુ- વચ્ચે સી પ્લેન આરંભની કવાયત   દિલ્હીઃ- દેશભરના કેટલાક સ્થાનો પર સી પ્લેનની સેવાનો આરંભ થયો છે, આ સી પ્લેનની સેવાથી બે સ્થળો વચ્ચેના અતંરને ઘટાડી શકાય છે ત્યારે હવે શ્રદ્ધાળુંઓનું પસંદગીનું સ્થળ પ્રયાગરાજમાં પણ સી પ્લેન સેવાનો આરંભ થવાની […]

અમદાવાદમાં હેલિકોપ્ટર જોયરાઈડ્સ, સી પ્લેન તેમજ રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા મહિનાઓથી બંધ છે.  મેઇન્ટેનન્સ માટે 9 એપ્રિલે માલદિવ્સ ગયેલું સી-પ્લેન હજી સુધી પરત આવ્યું નથી. બીજી તરફ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે એરએમ્બ્યુલન્સ, રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા, યાત્રાધામો વચ્ચે  હેલિકોપ્ટરની સુવિધા અને લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની જોયરાઈડ્ઝ […]

સી-પ્લેન બંધ હોવા છતાં નદીમાં બર્ડહીટ રોકવા કરોડોના ટેન્ડર બહાર પડાયા

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી,   પણ સી-પ્લેન સેવા છેલ્લા છ મહિનાથી બંધ હોવા છતાં ગુજરાત સરકારનાં અધિકારીઓ સી-પ્લેનનાં નામે કરોડો રૂપિયાનાં ટેન્ડરો બહાર પાડી રહ્યાં છે. સી-પ્લેન  બંધ હોવા છતાં સરકારે સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામમાં સી-પ્લેનને પશુ-પક્ષીઓ અને અન્ય અડચણોથી બચાવવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું […]

સીપ્લેન માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર વધુ 10 લાખના ખર્ચે મોનિટરિંગ સ્ટેશન બનાવાશે

અમદાવાદઃ શહેરની  સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવા અનિયમિત હોવાથી રિસ્પોન્સ મળ્યો ન હતો. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ […]

હવે સી પ્લેનનું મેઇન્ટેનન્સ રિવરફ્રન્ટ ખાતે આવેલા સી-પોર્ટ પર જ થશે

કેવડિયાને અમદાવાદથી જોડતો સી પ્લેન પ્રોજેક્ટ છે અત્યંત મહત્વપૂર્ણ સી પ્લેન સ્થળ પાસે જ મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું અંદાજે 40 ફૂટ લાંબુ અને 6 ફૂટ કરતા પહોળું મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ પણ તૈયાર કરાયું અમદાવાદ: કેવડિયાને અમદાવાદથી જોડતું સી પ્લેન પ્રોજેક્ટ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code