1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન માટે ફરી ટેન્ડર બહાર પડાયું
સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન માટે ફરી ટેન્ડર બહાર પડાયું

સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન માટે ફરી ટેન્ડર બહાર પડાયું

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે સી-પ્લેનને વારંવાર મરામત માટે મોકલવામાં આવતું હોવાને લીધે આ સેવા અનિયમિત બનતા તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. સરકારે પણ સી-પ્લેન સેવાને સફલ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લાખો રૂપિયાના ખર્ચે પાણીમાં જ તરતું પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યુ હતું. સી-પ્લેન શરૂ થયા બાદ શરૂઆતમાં ઈન્કવાયરી અને ટ્રાફિક પણ મળત હતો. પણ સેવા અનિયમિત બનતા ટ્રાફિક પણ ઘટી ગયો હતો. હવે સરકારે ફરીવાર સી-પ્લેન સેવા શરૂ કરવા ટેન્ડર પ્રકિયા હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 2017ની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન ઉડાવીને ગુજરાતને એક નવા યુગમાં મુકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં રાજ્યમાં સી-પ્લેન એ એક સરકાર માટે પણ ચિંતા બની ગઇ હતી. અને અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટમાંથી કેવડીયા કોલોની સુધીની સી-પ્લેન યાત્રા કદી કાયમી બની ન શકી પરંતુ હવે રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને ટૂંક સમયમાં ફરી એક વખત સી-પ્લેન ઉડવા માંડશે તે નિશ્ચીત કરવા પ્રયત્ન કર્યો છે. જો કે અગાઉ સરકારે ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ ક્યાંય પૂર્ણ સફળતા ન મળતા રિ-ટેન્ડર કરાયું છે. 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરોને બેસાડવામાં આવે છે અને એક તબક્કે 4800ની પ્રતિ પેસેન્જર ફી રખાઈ હતી પરંતુ હવે નવા સી-પ્લેન સાથે શરતો પણ નવી હશે અને તે વધુ આધુનિક હશે તેવું માનવામાં આવે છે. એક વખત આ સી-પ્લેન સેવા નિયમિત બને પછી રાજ્યના અન્ય વિસ્તારો કે જયાં નદીઓ અને મોટા તળાવો છે ત્યાં સી-પ્લેન સેવા શરુ કરવાની પણ તૈયારી છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code