Site icon Revoi.in

સમગ્ર દેશમાં આજથી કેરોના વેક્સિનના ડોઝ આપવા માટેના સર્વેનો આરંભ 

Social Share

દિલ્હીઃ-કોરોના વાયરસની વેક્સિનને આવવામાં હવે થોડા જ સમયની વાર છે , ત્યારે હવે કેન્દ્ર સરકાર એ રસીકરણની દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. હવે દેશમાં ડોર ટુ ડોર સર્વે શરૂ થઈ ચૂક્યો છે. આ સર્વે અંતર્ગત એવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે કે વેક્સિન આવ્યા બાદ કોને પ્રથમ ડોઝ આપવામાં આવશે.જેમાં 50 વર્ષ કે, તેથી વધુ ઉંમરના લોકોનોીસમાવેશ કરવામાં આવ્યો  છે. સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણએ દેશના વિવિધ રાજ્યોમાં ડોર-ટુ-ડોર સર્વેનો આજથી આરંભ થયો  છે.

ગુજરતામાં આ સર્વે 10 ડિસેમ્બરથી લઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે, ત્યારે ઉત્તર પ્રદેશમાં, હરિયાણામાં અને મધ્યપ્રદેશમાં આ સર્વેની શકરાત આવતા અઠવાડિયાથી થનાર છે, તો બીજી તરફ છત્તાસગઢ, બિહાર અને રાજસ્થાનમાં પણ આ સર્વે શરુ કરવામાં આવી ચૂક્યો છે.

આરોગ્ય કર્મીઓને સૌ પહેલા વેક્સિનનો ડોઝ અપાશે

આઇસીએમઆરના ડો લોકેશ શર્માએ વેક્સિનેશનને લઈને માહિતી આપી હતી કે રસીકરણના પ્રથમ તબક્કા હેઠળ આરોગ્ય કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ લોકોનો પહેલાથી  ડેટા તૈયારવામાં આવી ચૂક્યો  છે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે આ સર્વે

તેમણે કહ્યું કે, ગુજરાતમાં આજથી આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, આ સર્વેને બે તબક્કામાં વિભાજીત કરાયો છે, પ્રથમ તબક્કામાં વધુ ઉમર ધરાવતા નાગરિકોની ઓળખ કરાશે જ્યારે બીજા તબક્ક્માં ડાયાબિટિઝ તેમજ ગંભીર બિમારીઓ ઘરાવતા લોકોની ઓળખ કરવામાં આવશે.

ઈમરજન્સીમાં વેક્સિનના ઉપયોગ બાબતે મંજુરી

રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યએ આ અંગે કહ્યું કે આ વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં અંદાજે એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. ત્યાર બાદ કટોકટીમાં આ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે

સાહિન-