Site icon Revoi.in

કચ્છના જખૌ નજીકથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાવેયો છે. દરમિયાન જખૌ વિસ્તારમાં જળસીમા પાસેથી અવાર-નવાર નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન ફરી એકવાર જખૌ નજીકથી ચરસનું પેકેટ મલી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. આ પેકેટ જખૌ બંદરથી 12 કિમી દૂર નિર્જલ બેટ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. તેમજ તેની ઉપર અફઘાન પ્રોડ્કટ લખેલું છે. સુરક્ષા એજન્સીએ સમગ્ર બેટ ઉપર ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જખૌની ભોગોલિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કેટલીક વાર પાકિસ્તાની ઘુસખણોરીનો પ્રયાસ કરતા હોવાથી સુરક્ષા એજન્સીઓ સઘન પેટ્રોલિંગ કરી રહ્યાં છે, અગાઉ જખૌના નિર્જન વિસ્તારમાંથી માદક દ્રવ્યોના પણ મળી આવ્યાં છે. આ નિર્જન વિસ્તારનો દેશ વિરોધી ઉપયોગ ના થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી ચે. દરમિયાન વધુ એકવાર ચરસનું પેકેટ બીનવારસી હાલતમાં મળી આવ્યું હતું.  જખૌ બંદરથી 12 કિલોમીટર દૂર નિર્જન લુણા બેટ પરથી ચરસનું પેકેટ મળી આવ્યું છે. ચરસના પેકેટ પર અફઘાન પ્રોડક્ટ પ્રિન્ટ કરેલ હોવાનું જાણવા મળેલ છે. આ વિસ્તારમાં બીએસએફ સતત પેટ્રોલિંગ કરતી હોય છે જેના કારણે આવી ગેરકાયદેસર વસ્તુઓ અને ઘૂસણખોરી પર અંકુશ રાખી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની દરિયાઇ હદમા ચાર મહિનાના સમયગાળામાં જખૌ વિસ્તારમાંથી 30 જેટલા ચરસના પેકેટ ઝડપાય ચુક્યા છે. જો કે હાલ તો બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે કે આ ચરસ કચ્છમાં આવ્યું ક્યાંથી અને કોના દ્વારા આ લાવવામાં આવ્યું છે.