Site icon Revoi.in

વન વિભાગની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ અંગે પ્રેઝન્ટેશન રજુ કરાયું

Social Share

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તથા તેના સુઝાવો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં યાજાયેલી આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેટ ચેન્જ વિભાગ, પ્રવાસન પ્રભાગ અને રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જન હિતને સ્પર્શતા તમામ જરૂરી મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા વિમર્શ કરી પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ સંબંધિત વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તથા તેના સુઝાવો પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી  મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલ, ધારાસભ્યો, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ  સંજીવ કુમાર, રમત ગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ  અશ્વિની કુમાર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષક  નિત્યાનંદ શ્રીવાસ્તવ,  યુ. ડી. સિંઘ તથા સ્થાયી પરામર્શ સમિતિના સભ્યો તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.