1. Home
  2. Tag "forest department"

ગુજરાત રાજ્યના વન વિભાગમાં 800 ઉપરાંત યુવાઓનું વર્કફોર્સ ઉમેરાયું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ ૨૫મી ડિસેમ્બર સુશાસન દિવસે રાજ્યના વન વિભાગમાં ૮૦૦ ઉપરાંત નવ યુવાઓને નવી નિમણૂંકના નિયુક્તિ પત્રો એનાયત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫મી ડિસેમ્બરને૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિ પત્ર વિતરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી હતી.  તેમણે કહ્યું […]

બગીચા અને જંગલોમાં વૃક્ષોને સફેદ ચૂનો લગાવવુનું જાણો કારણ…

જંગલો અથવા બગીચાઓમાં વૃક્ષો સફેદ ચૂનાથી પેન્ટ કરવામાં આવે છે. આ માત્ર ડેકોરેટિવ વર્ક નથી, પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આવો જાણીએ વૃક્ષોને સફેદ રંગથી રંગવાથી શું ફાયદા થાય છે. ઝાડને સફેદ રંગવાનાં ઘણાં કારણો છે. સફેદ રંગ જંતુઓને આકર્ષતો નથી. જ્યારે ઝાડના થડને સફેદ રંગવામાં આવે છે, ત્યારે જંતુઓ ઝાડ પર […]

ગોંડલમાં દીપડો આંટાફેરા મારતો હોવાની અફવા ફેલાતા વન વિભાગે તપાસ હાથ ધરી

ગોંડલઃ શહેરમાં રાતના સમયે દીપડો આંટાફેરા મારતો હોવાથી વાતો વહેતી થતાં લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. રાતના સમયે લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. દરમિયાન શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર 15માં ગત 22 જૂનની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક CCTVમાં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેમના પગલે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં […]

ખેડાના પરીએજ તળાવમાં આવેલા ઝાડી-ઝાખરામાં આગ, એક મગરનું મોત અને પાંચ દાઝ્યાં

અમદાવાદઃ ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી  છે. પરીએજ તળાવમાં આવેલ ઝાડી – ઝાખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા હતા, જ્યારે એક મગરનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાને વનવિભાગ દ્વારા દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાંનું ચર્ચાય રહ્યું છે. વનવિભાગ દ્વારા ઘટના અંગે કલેક્ટરને કોઈ જાણ […]

છોટા ઉદેપુરમાં ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા સ્થાનિકોને જંગલ વિભાગની અપીલ

અમદાવાદઃ છોટા ઉદેપુર જિલ્લામાં ડુંગર નવડાવવાની અંધશ્રધ્ધાના પગલે રાષ્ટ્રીય સંપત્તિને થતુ નુકસાન અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગે અપીલ કરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં ડુંગર નવડાવવાની માનતા રખાતી હોય છે જેમાં ડુંગર પર આગ લગાવવામાં આવે છે. આ આગ બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરે છે અને તેનાથી જંગલમાં વસતા પશુઓ ભયભીત […]

થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

અમદાવાદઃ થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.  પક્ષીવિદો માટે તેમજ પક્ષી પ્રેમીઓ માટે આ ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ દેસવિદેશના પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં તેઓનું આગમન થતું હોય છે. સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને […]

વન વિભાગની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ અંગે પ્રેઝન્ટેશન રજુ કરાયું

ગાંધીનગરઃ વન અને પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતા તથા રાજ્ય મંત્રી  મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લાગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત […]

હિંસક દિપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે વનવિભાગ પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૨૩મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69668.51હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ […]

સાસણગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર સામે આકરી કાર્યવાહી કરાશે

જૂનાગઢઃ સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત […]

ગાંધીનગરમાં વન વિભાગનો વર્કશોપ યોજાયો, 2070 સુધીમાં શુન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ, તેમજ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ દ્વારા કાર્બન ક્રેડિટ અને માન્યતા પ્રાપ્ત વળતર વનીકરણને બદલતા કાયદાકીય દ્રષ્ટિકોણ હેઠળ સ્વીકારવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ,  એસ.કે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code