Site icon Revoi.in

ભુજમાં બાયોડિઝલનો જથ્થો ઝડપાયો, પોસીસે 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Social Share

અમદાવાદઃ ભુજ તાલુકાના ચુબડક વાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને રૂ. 11 લાખથી વધુની કિંમતના બાયોડીઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડીને લગભગ 18 હજાર લીટર જેટલો બાયોડીઝલનો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ર્ચિમ કચ્છ એલસીબીએ ચુબડક વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે અંગે પદ્ધર પોલીસમાં ફરિયાદૃ નોંધવામાં આવી હતો. ચુબડક ગામની સીમમાં આરોપી મકનજી કાનજી ભચુ રવા માતાની વાડીમાં દૃરોડો પાડવામાં આવ્યો હતો. વાડીમાં પડેલા ટેન્કરમાંથી 14 હજાર લિટર જયારે હાથ બનાવટના બે ટાંકામાંથી 4 હજાર લિટર મળી કુલ 18 હજાર લિટર જવલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. જેની કિંમત 11.70 લાખ આંકવામાં આવી છે. આ સાથે 10 લાખનું ટેન્કર અને અન્ય ડિસ્પેન્ચર મશીન, લાઈટ સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 24.80 લાખની મતા સીઝ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી મકનજી પોતાની વાડીમાં ગેરકાયદે રીતે બાયોડીઝલ રાખી તેનું છુટક છુટક વેચાણ કરતો હતો. વાડીમાં આવતા વાહનોમાં ગેરકાયદે ઈધણ તરીકે બાયોડીઝલ ભરી આપવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(Photo-File)