Site icon Revoi.in

શાળા-કોલેજોમાં છેલ્લા 30 વર્ષથી ગ્રંથપાલોની ભરતી ન કરાતા શિક્ષણ વિભાગને રજુઆત

Social Share

અમદાવાદઃ સોશ્યલ મિડિયાના જમાનામાં યુવાનોમાં વાંચન ઘટી રહ્યું છે. વર્ષોથી તમામ નાના મોટા શહેરોમાં જાહેર લાયબ્રેરી હતી. જેમાં યુવાનોથી લઈને પ્રોઢ લોકો પણ સવારથી અખબારોથી લઈને પુસ્તકોના વાંચન માટે પહોંચી જતાં હતા. જાહેર લાયબ્રેરીઓમાંથી લોકો મનગમતા પુસ્તકો વાંચન માટે ઘરે પણ લઈ જતા હતા. અનેક લોકો મેમ્બર બનીને કાયમી લાયબ્રેરી સાથે જોડાયેલા રહેતા હતા.એટલે જાહેર લાયબ્રેરીમાં હવે વાંચન માટે લોકોની ભીડ જોવા મળતી નથી. તેમજ તમામ શાળા-કોલેજોની લાયબ્રેરીઓમાં વિદ્યાર્થીઓ પુસ્તકો મેળવીને વાંચન કરતા હોય છે. લાયબ્રેરીયન વિદ્યાર્થીઓને ઉપયોગી ક્યા પુસ્તકો મંગાવવા તેમજ કઈ રેફસન્સ બુકો મંગાવવીને લાયબ્રેરીનો વહિવટ કરતા હતા. પરંતુ આજે સ્થિતિ એવી છે. કે, મોટાભાગની શાળા-કોલેજોમાં લાયબ્રેરીયનની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે પણ છેલ્લા 30 વર્ષથી લાયબ્રેરીયન યાને ગ્રંથપાલોની ભરતી કરી નથી. આ અંગે ગ્રંથપાલોનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવેલા ઉમેદવારોએ શાળા-કોલેજોમાં ગ્રંથપાલોની ભરતી કરવાની માગ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં 30-30 વર્ષથી ગ્રંથપાલની કાયમી ભરતી થઈ નથી. જેના માટે અનેક વખત માગણી કરવામાં આવી છે. અરજીઓ કરવામાં આવી છે. પરંતુ સરકાર તેના પ્રત્યે ગંભીર ન હોય તેવું લાગે છે. છેલ્લાં 30 વર્ષથી શાળામાં તો 25 વર્ષથી કોલેજોમાં ગ્રંથપાલની કાયમી ભરતી કરાઈ નથી. જેમાં અનુદાનિત અને સરકારી 317 કોલેજ અને 5600 શાળામાં કાયમી ગ્રંથપાલ જ નથી. આ અંગે છેલ્લાં 13 વર્ષમાં ગ્રંથપાલ કર્મચારી મંડળે 94 આવેદનપત્ર આપ્યા છે. પરંતુ હજુ સુધી કાયમી ગ્રંથપાલની નિમણૂંક કરાઈ નથી. ગ્રંથપાલ કર્મચારી મંડળની માંગણીઓ મુજબ 30 વર્ષથી રાજ્યમાં ગ્રંથપાલ ની ભરતી જ થઈ નથી જેથી સત્વરે ભરતીઓ કરવી જોઈએ. રાજ્યમાં અનુદાનિત અને સરકારી 317 કોલેજો અને 5600 શાળાઓમાં કાયમી ગ્રંથપાલ જ નથી. આ અંગે છેલ્લા 13 વર્ષમાં ગ્રંથપાલ કર્મચારી મંડળે સમયાંતરે 94 વખત આવેદનપત્રો આપ્યા છે. આવેદનપત્ર દ્વારા 13 વર્ષમાં CM, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, શિક્ષણ કમિશનરને અનેકવાર રજૂઆતો કરાઈ છે પરંતુ આ અંગે કામગીરી ચાલુ હોવાની માત્ર વાતો જ સાંભળવા મળે છે.