1. Home
  2. Tag "Submission"

શાળા-કોલેજોમાં છેલ્લા 30 વર્ષથી ગ્રંથપાલોની ભરતી ન કરાતા શિક્ષણ વિભાગને રજુઆત

અમદાવાદઃ સોશ્યલ મિડિયાના જમાનામાં યુવાનોમાં વાંચન ઘટી રહ્યું છે. વર્ષોથી તમામ નાના મોટા શહેરોમાં જાહેર લાયબ્રેરી હતી. જેમાં યુવાનોથી લઈને પ્રોઢ લોકો પણ સવારથી અખબારોથી લઈને પુસ્તકોના વાંચન માટે પહોંચી જતાં હતા. જાહેર લાયબ્રેરીઓમાંથી લોકો મનગમતા પુસ્તકો વાંચન માટે ઘરે પણ લઈ જતા હતા. અનેક લોકો મેમ્બર બનીને કાયમી લાયબ્રેરી સાથે જોડાયેલા રહેતા હતા.એટલે જાહેર […]

શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતીમાં ટેટ-1 અને 2ને સમાન ગણવા શિક્ષક સંઘની માગ

ગાંધીનગરઃ  રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયકમાં ટેટ 2 ( ટીચર્સ એલિઝિબિલીટી ટેસ્ટ-2) પાસ કરેલા ઉમેદવારોને લાયક ગણવામાં આવે છે, ત્યારે ટેટ- 1 પાસ કરેલા ઉમેદવારોને પણ લાયક ગણીને જ્ઞાન સહાયક તરીકે સમાવેશ કરવા શિક્ષક સંઘે માંગણી કરી છે. રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી  પ્રાથમિક તેમજ […]

અમદાવાદમાં શીખ સમાજે ખાલિસ્તાનીઓનો વિરોધ કરીને પગલાં લેવા કલેક્ટરનો આપ્યું આવેદનપત્ર

અમદાવાદઃ પંજાબમાં ખાલિસ્તાનવાદીઓએ ફરી માથુ ઉંચક્યું છે. વિદેશમાં પણ ખાલિસ્તાની સમર્થકો દોખાવો કરી રહ્યા છે, ત્યારે ગુજરાત અને અમદાવાદમાં વર્ષોથી વસવાટ કરતા શીખ પરિવારોએ ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો છે. શીખ સમાજે દેશ પ્રત્યેની પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતા ખાલિસ્તાની વિરોધ સામે અવાજ ઉઠાવ્યો છે.  આજે શીખ સમાજે ખાલિસ્તાનીઓ સામે […]

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના 18 જેટલા વણઉકેલ્યા પ્રશ્નો અંગે સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે શિક્ષક સંઘએ ફરીવાર સરકારના દ્વારા ખટખટાવ્યા છે, પ્રાથમિક શિક્ષકોના વણઉકલ્યા પ્રશ્નો જેવા કે, પ્રાથમિક શિક્ષકો અને એચ ટાટના બદલી કેમ્પો કરવા,  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ભરતી કરવા, મુખ્ય શિક્ષક એલાઉન્સમાં વધારો કરવા, એકમ કસોટી અંગે પુન:વિચારણા કરવા સહિતના 18 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા હોવાથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. શિક્ષકોના […]

ચોટિલા તાલુકાના 43 ગામોમાં પાણીની સમસ્યા, ગ્રામજનોઓ પાણીની મટકી સાથે કરી રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો પણ અન્ય તાલુકાની સરખામણીએ ચોટિલા તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો. ચોટિલા તાલુકાના 43 ગામોમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે 43થી વધુ ગામોના અગ્રણીઓ  દ્વારા મટકી સાથે મામલતદારને  આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર નલ સે જલ યોજનાનો દાવો કરે છે […]

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતાને બદલવા કોંગ્રેસના 9 કોર્પોટેરોની પ્રદેશ પ્રમુખને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા સ્થાને નથી, તેમ છતાં પક્ષમાં પદ અને હોદ્દો મેળવવા કાયમ માથાકૂટ ચાલતા હોય છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામને દોઢેક મહિનો વિતી ગયો હોવા છતાં હજુ કોંગ્રેસ હજુ વિપક્ષપદના નેતા નક્કી કરી શકી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાપદ માટે હજુ પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

સાઉદી અરેબિયા, બેહરીનમાંથી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી દૂર કરવા સિરામિક ઉદ્યોગકારોએ કરી રજુઆત

મોરબીઃ શહેરનો સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. ચીનની હરિફાઈનો સામનો કરી રહેલા સિરામિક ઉદ્યોગકારોએ અનેક વિટંબણાનો સામનો કરવો પડ્યો છે. સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશો પૈકી હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં એન્ટી ડંપિંગ ડ્યુટી લાગતી હોય જે દૂર કરવા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે વાણિજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા ટૂંક […]

ભાજપ સાથે સંકળાયેલા 35 હોમ ગાર્ડ્સ કમાન્ડન્ટને ચૂંટણી કામગીરી ન સોંપવા કોંગ્રેસની રજુઆત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષરીતે યોજવા ચૂંટણી પંચ કવાયત કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા 35 જેટલા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ સાથે સંકલાયેલા હોવાથી તેમને ચૂંટણીની કામગારીથી દુર કરવા કોંગ્રેસે માગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટમાં માત્ર ત્રણથી ચાર જેટલા જ પોલીસ વિભાગના એસીપી […]

રવિ સીઝનના ટાણે જ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન અપાતા થરાદના ત્રણ ગામના ખેડુતોએ કરી રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેડુતો સિંચાઈના પાણી  અપાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થરાદના તાલુકામાં ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેર તથા રામપુરા માઇનોર કેનાલનું પાણી ચાલુ કરવા ખેડૂતો બહોળી સંખ્યામાં નર્મદા નિગમની કચેરીએ પહોંચીને  રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં કેનાલને લઇને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝનની શરૂઆત થતાં પાણી ન મળતાં ખેડૂતોએ નર્મદા […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્માચારીને પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સળવળાટ જાગ્યો છે. પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ 18 પડતર પ્રશ્નો અને માગણીઓ સંદર્ભે આવેદન પાઠવ્યા બાદ 13 પ્રશ્નો અંગે યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code