Site icon Revoi.in

ઉત્તરપ્રદેશની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળી આવતા શાળામાં રજા અપાઈ

Social Share

લખનૌઃ-  એક તરફ કોરોનાના કેસો હજી ગયા નથી જ્યાં બીજી તરફ લદેશભરમાં મંકિપોક્સના કેસ સામે આવી રહ્યા છે તો હવે ઉત્તરપ્રદેશની શાળામાં એક સાથએ 4 જેટલા બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળઈ આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેરઠમાં મંકીપોક્સના ભયને કારણે, સોમવાર અને મંગળવારે કેવી પંજાબ લાઇન્સ, કેન્ટમાં ધોરણ 1 થી 5 ના બાળકોને તાત્કાલિક રજા આપવામાં આવી છે અહીંના શિક્ષકોએ શંકા વ્યક્ત કરી હતી કે ચાર બાળકો મંકીપોક્સ જેવા લક્ષણોથી બીમાર હતા. આ અંગે તેમણે આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે.અને હવે આ બાબતે તપાસ શરુ કરાઈ છે.

આ કેવી પંજાબ લાઈન્સ પ્રાઈમરી વિંગમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોના પરિવારના  મેસેજ આવ્યો કે સોમવારે શાળામાં વહીવટી કામ હોવાથી બાળકોને રજા રહેશે. જ્યારે સંબંધીઓએ શાળામાં ફોન કરીને જાણ કરી તો કહેવામાં આવ્યું કે બાળકોમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે ત્યારે આ મામલો થોડો ગરમાયો છે.હકીકતની તપાસ કરવામાં આવી રહી છે.

જો કે બીજી તરફ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લા સર્વેલન્સ ઓફિસર ડો.અશોક તાલિયાન તેને માત્ર ભ્રમ ગણાવી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે તપાસ થઈ ગઈ છે, કોઈમાં મંકીપોક્સના લક્ષણો નથી. જો કે મંકીપોક્સ માટે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. આરોગ્ય વિભાગની ટીમ આજે આ તમામના ત્યા જઈને આ અંગેની તપાસ કરશે.