Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં ફોરેન ટ્રેડ- એકસ્પોર્ટ MBAનો અલાયદો અભ્યાસક્રમ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ રોજગારી મળી રહે તેવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે યુનાઈટેડ નેશન ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ અને મીનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે MoU કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને દેશ અને વિદેશમાં ફોરેન ટ્રેડ – એક્સપોર્ટ અને ગ્લોબલ એજન્સીઓ અંગે અભ્યાસ કરવાની તક મળશે. આ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઈન્ટિગ્રેટેડ MBA અને MBAનાં બે જુદા જુદા કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાત યુનિવર્સિટીના માધ્યમથી ફોરેન ટ્રેડ એન્ડ સસ્ટેનેબ્લ ઇન્ટરનેશનલ બિઝનેસ અંગે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનિબિલિટી વિભાગના ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે જણાવ્યું હતું કે, ભારતની ઇકોનોમિક 5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવી હોય તો ટ્રેડ એક્સપોર્ટની દિશામાં આગળ વધવું જ પડશે. વિદ્યાર્થીઓ માટે ઈન્ટિગ્રેટેડ MBA કોર્સમાં અભ્યાસ કરવા માટે 60 સીટ રહેશે, જેના માટે ફી 30,600 રૂપિયા નક્કી કરાઇ છે.જ્યારે MBA નાં કોર્સ માટે પણ 60 સીટ છે, જેના માટે ફી 30 હજાર રૂપિયા રહેશે. આ કોર્સના માધ્યમથી વિદ્યાર્થીઓ સારા ઉદ્યમી બને એવો પ્રયાસ રહેશે, જેઓ આગળ જઈને દેશના વિકાસમાં સહભાગી બની શકશે.ફોરેન ટ્રેડ પોલીસી છેલ્લા બેથી ત્રણ વર્ષમાં બદલાઈ છે,એશિયાના દેશો સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સાઈન કર્યો છે.અગાઉ ઓસ્ટ્રેલિયા સાથે પણ ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, યુરોપિયન યુનિયન અને US સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ભારતની વાતચીત ચાલી રહી છે. આગામી સમયમાં સસ્ટેનીબિલીટીની વાત કરીએ તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી દેશને ખૂબ મોટો લાભ થશે, ખેડૂતો અને સ્થાનિક ઇન્વેસ્ટર્સને મોટો ફાયદો થશે.

Exit mobile version