Site icon Revoi.in

પંજાબના રાજકારણમાં ચોંકાવનારો વળાંક, કેપ્ટન અને ભાજપ સાથે મળી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે ?

Social Share

દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં રાજકીય ખેંચતાણ વધારે ઉગ્ર બનતી હોય તેમ લાગી રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિહએ મુખ્યમંત્રી પદ છોડ્યાં બાદ વિવિધ અટકળો વહેતી થઈ હતી. દરમિયાન હવે કોંગ્રેસ સામે મોરચો ખોલીને પંજાબમાં નવી જ રાજકીય પાર્ટી ઉભી કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. એટલું જ નહીં ભાજપ સાથે મળીને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમમાં ઝંપલાવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

કેપ્ટનના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે કરેલા ટ્વીટ અનુસાર પંજાબના ભવિષ્યને લઈને કેપ્ટનની લડાઈ ચાલુ રહેશે. તેમજ કેપ્ટન પાર્ટી ઉભી કરીને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પડકાર ફેંકવા માટે ભાજપ સાથે ગઠબંધન કરે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. પંજાબના શાંતિ અને રાજકીય સ્થિરતા લાવવાના ઈરાદે કેપ્ટન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

દરમિયાન અકાલીદળના નેતા હરસિમરત કૌરે કહ્યું હતું કે, કેપ્ટનની પાર્ટી થોડા દિવસો બાદ ભાજપની બી ટીમ બની રહેશે. આમ હવે આગામી વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે.