Site icon Revoi.in

કોવિડ-19 કેસમાં થોડો ઘટાડો, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,259 નવા કેસ નોંધાયા  

Social Share

દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે. લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર દેશમાં પહેલા જેવું સામાન્ય વાતાવરણ જોવા મળી શકે છે

જો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરીએ તો ભારતમાં 1259 નવા કેસ નોંધાયા છે.આમ,ભારતમાં કોવિડ-19 ના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જો કે સરકાર દ્વારા અને લોકો દ્વારા કોરોનાને હરાવવા માટે અનેક અને અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે. કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો આંકડો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા પણ જોયા છે. હાલ હવે સ્થિતિ સુધરી છે ત્યારે એવું કહી શકાય કે દેશમાં કોરોનાને હાર આપવામાં દેશની સામાન્ય જનતા અને સરકારનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.