Site icon Revoi.in

ગુજરાતમાં પણ પરિવારની ઓળખ માટે બનશે ખાસ કાર્ડ – રિપોર્ટ

Social Share

અમદાવાદ: ગુજરાત સરકાર હવે એવો પ્લાન બનાવી રહી છે કે જેમાં હવે દરેક પરિવારની સંપૂર્ણ જાણકારી માત્ર એક જ કાર્ડમાં આવી જશે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આ માટેનું બિલ લાવવા જઇ રહી છે અને તેનું નામ હશે “ધ ફેમિલી આઈડી એક્ટ”

વધુ જાણકારી અનુસાર આ યોજનાથી હવે કોઈ પણ વ્યક્તિને વિવિધ પ્રકારના સર્ટિફિકેટ માટે વધારે સમય રાહ જોવી પડશે નહી, અને ફટાફટ સર્ટિફિકેટ પણ મળી જશે. સામાન્ય રીતે આ યોજનામાં તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે.

આ પ્રકારનું કાર્ડ અગાઉ હરિયાણા અને કેરળમાં લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ભારતના ત્રીજા રાજ્ય ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે. આ કૌટુંબિક ID ને જન્મ, મૃત્યુ અને લગ્નના રેકોર્ડ્સ સાથે લિંક કરવામાં આવશે. જેથી જ્યારે પણ જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે ડેટાનું સ્વચાલિત અપડેટ સુનિશ્ચિત થાય. કૌટુંબિક ID વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ, સબસિડી અને પેન્શનને લિંક કરશે. જેથી સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ, સબસિડી અને પેન્શનના લાભાર્થીઓની સ્વતઃ પસંદગીને સક્ષમ કરી શકાય. કૌટુંબિક ID ડેટાબેઝની આપમેળે પૂછપરછ કરવામાં આવશે. એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય, પછી પરિવારો દરેક વ્યક્તિગત યોજનાઓ હેઠળના લાભો મેળવી શકશે.