મુંબઈઃ બોલિવૂડમાં કિંગ ખાન તરીકે પોતાની ઓળખ બનાવનારા અભિનેતા શાહરુખ ખાન આજરોજ તેમનો 58મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ પઠાણ અને જવાન બાડ ફિલ્મ ડંકીને લઈને તેઓ સતત સમાચારોમાં રહે છે. આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છએ આવી સ્થિતિમાં આજે શાહરુખના જન્મ દિવસે આ ફિલ્મમાંથી ફર્સ્ટ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
જવાન’ પછી, શાહરૂખ ખાન ‘ડંકી’ સાથે મોટા પડદા પર તેના ચાહકોનું મનોરંજન કરવા તૈયાર છે. દર્શકો રાજકુમાર હિરાની અને કિંગ ખાનની જોડીને પડદા પર જોવા માટે ઉત્સુક છે અને ઘણા સમયથી આ ફિલ્મના ફર્સ્ટ લૂકની રાહ જોઈ રહ્યા હતા.‘ડિંકી’ના નિર્માતાઓએ ડંકી’નો પહેલો ડ્રોપ વીડિયો શેર કર્યો છે.
આ ફિલ્મ આવતા મહિના ડિસેમ્બરમાં ક્રિસમસ પર રિલીઝ થવાની તૈયારીમાં છે,આ ફિલ્મ જવાન અને પઠાણ કરતા કંઈક જૂદી જ વાર્તા પર નિર્ઘારિત ફિલ્મ છે.શાહરૂખ ખાનની ડંકી તેની ફિલ્મો ‘જવાન’ અને ‘પઠાણ’થી બિલકુલ અલગ બનવા જઈ રહી છે. ડંકી ફિલ્મમાં કિંગ ખાનનો એક્શન અવતાર જોવા નહીં મળે, પરંતુ દર્શકોને કંઈક એવું બતાવવામાં આવશે જે અગાઉ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું નથી.
જો પિલ્મની સ્ટાર કાસ્ટ વિશએ વાત કરીએ તો શાહરુખ સિવાય ફિલ્મમાં મેઈન રોલમાં તાપસી પન્નુ, દિયા મિર્ઝા, બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ વિકી કૌશલ પણ શાહરુખનો ફ્રેન્ડ બતાવવામાં આવ્યો છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.