Site icon Revoi.in

ભારતમાં ઓમિક્રોન વેરિયંટ માટે એક ખાસ વેક્સિન કરવામાં આવી રહી છે તૈયાર,વર્ષના અંત સુધીમાં આવવાની અપેક્ષા: પૂનાવાલા

Social Share

16 ઓગસ્ટ,દિલ્હી:દેશમાં કોરોનાના કેસ હજુ પણ જોવા મળી રહ્યા છે.આ સાથે કોરોનાના નવા વેરિયંટ પણ જોવા મળે છે. એમાંનો એક વેરિયંટ છે ઓમિક્રોન.જે ખુબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે.ત્યારે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.દેશમાં ઓમિક્રોન વેરિયંટ માટે એક ખાસ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે.વર્ષના અંત સુધીમાં આ વેક્સિન આવવાની અપેક્ષા છે.જે અંગે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વડા અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વડા અદાર પૂનાવાલાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોન વેરિયંટ માટે ખાસ રસી તૈયાર કરવામાં આવી રહી છે, અને તે આ વર્ષના અંત સુધીમાં આવી જવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે,આ રસી ખાસ કરીને Omicron ના BA5 સબ વર્ઝન માટે છે.

આ રસી ઓમિક્રોન વેરિયંટ તેમજ વાયરસના મૂળ સ્વરૂપ સામે અસરકારક છે.અદાર પૂનાવાલાએ કહ્યું કે, જો હું માનું તો આ રસી બૂસ્ટર ડોઝ તરીકે ખૂબ જ ઉપયોગી થશે.ઓમિક્રોન વિશિષ્ટ રસીને પ્રોત્સાહન આપવું ભારત માટે વધુ સારું છે.ઓમિક્રોન હળવો વેરિયંટ બિલકુલ નથી, તે ગંભીર તાવ લઈને આવે છે.યુએસએ ઓમિક્રોનના BA5 સબ વર્ઝન માટે અપડેટેડ આધુનિક વેક્સિનને મંજૂરી આપી છે.