Site icon Revoi.in

રાજ્યના આ શહેરમાં ખોલવામાં આવશે એક અનોખી બેંક – જ્યાં પૈયા નહી પણ જમા થશે તમારું ટેન્શન, જાણો શું કાર્ય કરશે આ બેંક

Social Share

રાજકોટઃ- અત્યાર સુધી તમે ઘણી બેંકો જોઈ હશે જે સરકારી કે પ્રાઈવેટ હોય છે જેમાં આપણે આપણા રોકડા રુપિયા જમા કરાવીએ છીએ આ સાથએ જ લોકોરમાં સોના ચાંદીના ઘરેણાઓ પર રાખીએ છીએ. જો કે ગુજરાતના રાજકોટ શહેરમાં હવે એક અનોખી બેંક આપન કરવામાં આવી છે,આ બેંકમાં પૈસા નહી પણ જમા થશે ટેન્શન અને પ્રોબલેમ્સ ,જી હા ચાલો જાણીએ શું છે આ બેંક.

સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં ચિંતા બેન્ક કાર્યરત કરવામાં આવશે જે ચિંતા બેન્ક મારફતે લોકો પોતાની વ્યથા, મુશ્કેલી જણાવી શકશે. જે માટે સૌરાષ્ટ્રના દરેક તાલુકામાં લોખંડની પેટી મુકવામાં આવી છે. જેમાં સમાજના લોકો પોતાની ચિંતા અને વ્યથા પેટીમાં મુકી શકશે તેમજ એજ્યુકેશન ફી, મેડિકલ, પોલીસને લગતી સહિતની સમસ્યા રજૂ કરી શકશે.

સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાં આ બેંકનો આરંભ થવા જઈ રહ્યો છે જેનું નામ છે ચિંતા બેંક જેમાં લોખંડની પેટી મૂકવામાં આવશે, જે પેટીમાં સમાજના પોતાનું ટેન્શન અહી રાખી શકેશે છે ને નવાઈની વાત.

આથી વિશેષ આ બેંકમાં યુવાનો ભાગ બને તે માટે બિઝનેસ ગ્રુપના નામ અંતર્ગત તાલીમ શાળાચલાવાવાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના સફળ ઉદ્યોગો યુવાનો સાથે વાર્તાલાપ કરશે  જેથી અનેક સામાજિક સમસ્યાઓની સરળતાથી નિવારમ લાવી શકાય.

જાણકારી પ્રમાણે લેઉવા પટેલ સમાજના યુવાનો ત્રણ વર્ષથી ઉત્થા માટે કામ કરી રહ્યા છે. સંસ્થા કોઈ નાત- જાતના વડા રાખવામાં આવતા નથી. દરેક સમાજના લોકો આ સંસ્થા સાથે જોડાય શકે છે .

આ બેંકમાં લોકોની સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે સમાજના અનેક લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે જેનું સમાધાન તો છે પરંતુ તેને ક્યાક પૂરતું માર્ગદર્શનમળતું નથી તેઓ માટે આ બેંક કામ કરશે. જેને લઈને  હવે ચિંતા બેંક ખોલવાનો વિચાર આવ્યો છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકામાં આ બેંક શરૂ કરવામાં આવશે અને લોકોની સમસ્યા હલ કરવાનો અથાગ પ્રયત્ન હાથ ધરાશે.