Site icon Revoi.in

ઓમિક્રોન દર્દીઓ ઉપર આરોગ્ય મંત્રાલયનો અભ્યાસઃ 91 ટકા દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 400થી વધારે કેસ નોંધાયા છે, જેમાંથી 114 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આ  ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી, 183 દર્દીઓનું આરોગ્ય મંત્રાલય દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 91 ટકા દર્દીઓને રસીના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 70 ટકા ચેપગ્રસ્ત દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યાં ન હતા.

121 દર્દીઓનો વિદેશ પ્રવાસનો ઇતિહાસ હતો. એટલે કે, તેઓ વિદેશથી પાછા ફર્યા હતા, જે કુલ દર્દીઓના 73 ટકા છે, જ્યારે 44 ચેપગ્રસ્ત દર્દીઓનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નહોતો, પરંતુ તેઓ વિદેશથી પાછા ફરેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. 18 દર્દીના સંપર્કને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જાણી શકાયું નથી કે તેઓ ઓમિક્રોનની પકડમાં કેવી રીતે આવ્યાં હતા.આ 183 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી 87 દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા.

આમાં ત્રણ લોકોનો સમાવેશ થાય છે જેમણે ત્રણ ડોઝ લીધા હતા. જ્યારે સાત લોકોએ રસીનો એક પણ ડોઝ લીધો નથી. જ્યારે બે લોકોને રસીનો એક ડોઝ લીધો છે. આ 183 ઓમિક્રોન ચેપગ્રસ્ત દર્દીઓ પૈકી 16 દર્દીઓ 18 વર્ષથી નીચેની ઉંમરના છે. એટલે કે રસી આપવામાં આવી ન હતી, જ્યારે 73 લોકોની રસીકરણની સ્થિતિ અજાણ છે. 183 ઓમિક્રોન કેસમાંથી, 39 ટકા સ્ત્રીઓ અને જ્યારે 61 ટકા પુરૂષ છે. આ સિવાય 30 ટકા દર્દીઓમાં લક્ષણો હતા, જ્યારે 70 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો નહોતા.