Site icon Revoi.in

ઉત્તરાખંડમાંથી મળી આવેલા ‘બેડૂ’ નામક ફળનો ઉંદરો પર હાથ ધરાયો અભ્યાસ -ફળનો ઉપયોગ અનેક પ્રકારની પીડામાં રાહત મેળવવા થશે

Social Share

દહેરાદૂનઃ- ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં ‘બેડૂ’ તરીકે ઓળખાતા ફળનો ઉપયોગ એસ્પિરિન અને ડીક્લોફેનાક જેવા કૃત્રિમ પીડા નિવારક દવાઓના સલામત વિકલ્પ તરીકે કરવામાં આવી શકે છે.આ મામલે ઉંદરો પર એક અભ્સાય હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આ બાબત સામે આવી છે.થોડા સમય પહેલા જ આ ફળની શોધ કરવામાં આવી છે જેને જંગલી હિમાલયન અંજીર તરીકે પણ ઓળખ આપવામાં આવી છે.

પંજાબ સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ના સંશોધકોની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે હિમાલયના પ્રદેશમાં જોવા મળતા આ ફળમાં ચામડીના રોગોની સારવાર અને ચેપની સારવાર જેવા અન્ય ઘણા તબીબી ફાયદા સમાયેલા છે,આ ફળના ઉપયોગથી સ્કિનને લગતી સમસ્યાઓમાં મોટી રાહત મળવાની શક્યતાઓ છે.

જો કે, ગ્રામીણ વિસ્તારોમાં આ ફળ પરંપરાગત રીતે પીઠના દુખાવાની સારવાર માટે વપરાય છે. એલપીયુ ઉપરાંત, ઉત્તરાખંડની કુમાઉ યુનિવર્સિટી, ગુજરાતની ગણપત યુનિવર્સિટી, ગ્રેટર નોઈડામાં શારદા યુનિવર્સિટી, ઈટાલીની મેસિના યુનિવર્સિટી અને ઈરાનની તેહરાન યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સ અને શાહિદ બહિશ્તી યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સના સંશોધકો આ અભ્યાસમાં સામેલ હતા.

સંશોધકોએ ત્રણ વર્ષ સુધી બેડૂના અર્કને પીડા રાહતનો અભ્યાસ કર્યો. જર્નલ પ્લાન્ટ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જંગલી હિમાલયન અંજીર પીડા નિવારક તરીકે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

એલપીયુના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવેશ તિવારીએ આ મામલે જણાવ્યું હતું કે, જંગલી હિમાલયન અંજીર ઉર્ફે બેડૂ એ એસ્પિરિન અને ડીક્લોફેનાક જેવા કૃત્રિમ પીડા રાહતનો સુરક્ષિત વિકલ્પ છે. જંગલી હિમાલયન અંજીરને કુદરતી પીડા નિવારક તરીકે વર્ણવતો આ પ્રથમ અભ્યાસ છે