Site icon Revoi.in

ઈસ્લામાબાદને પખ્તૂનિસ્તાન બનાવવાની ધમકી? :પ્રોજેક્ટ તાલિબાન પાકિસ્તાનને ભારે પડયો, તાલિબાનોની નવા ટુકડા કરવાની ધમકી!

Social Share

કાબુલ : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનને 1971ની જેમ ટુકડા થવાની ધમકી આપી છે. અબ્બાસે કહ્યુ છે કે જો અફગાનીઓ પર અત્યાચારો થતા રહેશે, તો 1971ની જેમ તેના ફરીવાર ટુકડા થશે. 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ થયું અને બાંગ્લાદેશ બન્યું હતું. પાકિસ્તાન પોતાના ક્ષેત્રોમાંથી અફઘાનીઓને ખદેડી રહ્યું છે.

ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ઉપવિદેશ મંત્રીએ કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સીમાની બંને તરફ રહેતા પશ્તૂઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી ડૂરંડ લાઈને ક્યારેય સ્વીકારી નથી. અમે ડૂરંડને ક્યારેય ઓળખી નથી અને ઓળખવાના નથી. આજે અફઘાનિસ્તાનનો અડધો હિસ્સો અલગ થઈ ચુક્યો છે અને ડૂરંડ લાઈનની બીજી તરફ છે.

બલૂચિસ્તાન પોસ્ટ મુજબ, અબ્બાસે ચેતવણી આપી છે કે જે પ્રકારે 1971માં પાકિસ્તાનના અત્યાચારોથી તંગ આવીને બાંગ્લાદેશ તેનાથી અલગ થયું. તેવી રીતે પાકિસ્તાનના વધુ ટુકડા થઈ શકે છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં અનુમાનિત 117 લાખ અફઘાનો છે અને અફઘાન યુદ્ધને કારણે તેઓ અહીં વસવાટ કરે છે. રશિયા સામે લડવા માટે ઉભા કરાયેલા પ્રોજેક્ટ તાલિબાને હવે ભેંસના શિંગડા ભેંસને ભારેની તર્જ પર પાકિસ્તાન પર રણનીતિક ભાર પણ વધાર્યો છે.