Site icon Revoi.in

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની સ્થિતિ, 58 બાળકો સહિત કુલ 198 લોકોના થયા મોત, 1300 જેટલા ઘાયલ

Social Share

દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દિવસે ને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. બંન્ને દેશ દ્વારા એક બીજા પર રોકેટમારા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં એક એવી જાણકારી બહાર આવી રહી છે જેને જોઈને સૌ કોઈ ચોંકી જશે.

ઈઝરાયલ દ્વારા હમાસ પર ધડાધડ હૂમલો કરવામાં આવી રહ્યો છે. અને જાણકારી અનુસાર ગાઝા નજીક હમાસે બનાવેલી ૧૫ કિલોમીટરની ટનલોનો કચ્ચરઘાણ વાળી દીધો હોવાનો દાવો ઈઝરાયેલના લશ્કરે દાવો કર્યો હતો. બંને તરફ શાંતિ સ્થપાય તેવા પ્રયાસો છતાં એમાં સફળતા મળી ન હતી. ઈઝરાયેલના રોકેટમારામાં કુલ ૧૯૮ લોકોનાં મોત થયા હતા.

હમાસ દ્વારા ઈઝરાયલને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ ઈઝરાયલ એમ હમાસની સામે નબળુ પડે તેમ નથી તેથી તેણે હમાસ દ્વારા બનાવેલી ટનલોને જ ઉડાવી દીધી છે. આ બાબતે ગાઝાના મેયરે કહ્યું કે જો ઈઝરાયલ દ્વારા આવી આક્રમકતા દાખવવામાં આવશે તો સ્થિતિ વધારે ગંભીર બની જશે.

દુ:ખભરી વાત એ છે ઈઝરાયેલના રોકેટમારામાં અત્યાર સુધીમાં ૫૮ બાળકો સહિત કુલ ૧૯૮ લોકોનાં મોત થયા હતા. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં નવ લોકો મોતને ભેટયા હતા. રોકેટ હુમલામાં ૧૩૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલના લશ્કરી નિવેદનમાં કહેવાયું હતું કે હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં ૩૧૦૦ કરતાં વધુ રોકેટ છોડયા છે. તેના જવાબમાં ઈઝરાયેલે પણ એરસ્ટ્રાઈક કરી હતી.

બીજી તરફ ઈઝરાયેલમાં પહોંચેલા આરબ દેશોના પ્રતિનિધિઓએ બંને તરફ શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. આ પ્રતિનિધિઓએ અમેરિકાના હસ્તક્ષેપની માગણી કરી હતી. જો કે અમેરિકન પ્રમુખે ઈઝરાયેલ પર દબાણ કરવાના કોઈ જ સંકેત આપ્યા નથી. તે મુદ્દે આરબ દેશોના પ્રતિનિધિએ અમેરિકાની ટીકા કરી હતી. તેના જવાબમાં અમેરિકાના યુએન સ્થિત પ્રતિનિધિએ બચાવ કરતા કહ્યું હતું કે ટોચના રાજદૂતોને ઈઝરાયેલમાં મોકલવામાં આવ્યા છે અને તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે.