Site icon Revoi.in

આ રાજ્યમાં 27 લાખ લોકોના પરિક્ષણ થયા જેમાં 79 હજાર લોકોમા જદોવા મળ્યા કેન્સરના લક્ષ્ણો

Social Share

 

પટના – આજકાલની જે લાઈફ આપણે જીવી રહ્યા છે તે ક્યાંકને ક્યાંક આપણાને અનેક બિમારી તરફ દોરી જાય છે, જેમાં ખાસ કરીને બહારનું જંક ફૂડ, અપુરતી ઊંધ, મોબાઈલ ટીવીનો વધુ ઇપયોગ ,ખોરાકની અનિયમિતતા આ દરેક બાબત બીમારી પાછળ જવાબદાર છે, ત્યારે બિહારમાં, કેન્સરની રોકથામ, તપાસ અને સારવાર માટે 26 લાખ 96 હજાર 126 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે અને તેમાંથી 79 હજાર 071 લોકોમાં કેન્સરના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા છે.

આરોગ્ય વિભાગની સૂચનાના આધારે, આશા વર્કરોને વિવિધ જિલ્લાઓમાં લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા અને કેન્સરના દર્દીઓની ઓળખ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ કહ્યું, “રાજ્ય સરકાર કેન્સરના દર્દીઓની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે વિવિધ જિલ્લાઓમાં કેન્સરના દર્દીઓની ઓળખ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમની સારવાર માટે મુઝફ્ફરપુર અને પટનામાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. કેન્સરના દર્દીઓ માટે એક વિશેષ હોસ્પિટલ મુઝફ્ફરપુરમાં નિર્માણાધીન છે, જ્યારે IGIMS, પટના ખાતે 138 કરોડના ખર્ચે રાજ્ય કેન્સર સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.

આ અભિયાનમાં તપાસ દરમિયાન રાજ્યમાં, 16 લાખ 32 હજાર 254 મોઢાના કેન્સર, 7 લાખ 44 હજાર 955 સ્તન કેન્સર અને 3 લાખ 44 હજાર 447 સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 23 હજાર 462 મોઢાના કેન્સરના શંકાસ્પદ દર્દીઓ, 15 હજાર 285 સ્તન કેન્સર અને 40 હજાર 324 ગર્ભાશયના કેન્સરના શંકાસ્પદ દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે. 

આ સમગ્ર મામસે આરોગ્ય વિભાગના જણાવ્યાપ્રમાણે , શનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ સ્ટ્રોક હેઠળ સામાન્ય લોકોને કેન્સરથી બચવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય આરોગ્ય સમિતિના પ્રોગ્રામ ઓફિસરના જણાવ્યા અનુસાર, ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ, મુઝફ્ફરપુરના સહયોગથી રાજ્યના 16 જિલ્લાઓમાં મફત કેન્સર સ્ક્રીનીંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.