Site icon Revoi.in

બિહારમાં એક તબીબે બંને કીડની કાઢી લીધી હોવાનો મહિલાનો આક્ષેપ

Social Share

પટણાઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક મહિલાની બંને કીડનીની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિતાએ એક તબીબે કીડનીની ચોરીનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં પતિએ પણ સાથ છોડી દેતા પીડિતા માથે ત્રણ સંતાનોના પાલનની જવાબદારી આવી છે. હાલ પીડિતા મુઝફ્ફરપુરની એસકે મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહી છે અને તે ડાયાલિસિસ ઉપર છે. પીડિતાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, હાલ મારી જીંદગીના દિવસો ખુબ ઓછા છે. જ્યારે ત્રણ સંતાનોની જવાબદારી મારી ઉપર છે. મારા પછી સંતાનોનું શું થશે તેની ચિંતા સતાવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાના પતિનું નામ અકલુરામ છે. પીડિતાએ કહ્યું હતું કે, તેને ગર્ભાશય સંબંધિત બીમારી હતી. તેનું ઓપરેશન બરિયારપુર ચોક પાસે સ્થિત એક ખાનગી નર્સિંગ હોમમાં કરાવ્યું હતું. પરંતુ ડોક્ટરે છેતરપિંડી કરી હતી. ડોક્ટરે કિડની કાઢી લીધી હતી ત્યાર બાદ તબીબ ભાગી ગયો હતો. નીકાળેલી કિડની મેચ ન થવાને કારણે  અને પછી ભાગી ગયો. કિડની મેચ ન થવાના કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ રહ્યું નથી.

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પહેલા સુધી તેનો પતિ તેની સાથે હતો. તેની સંભાળ રાખતો હતો. તે તેની એક કિડની તેણીને આપવા પણ તૈયાર હતો. પરંતુ પતિની કિડની તેની સાથે મેચ થતી ન હતી. પછી થોડા દિવસો પછી પીડિતાને તરછોડીને ફરાર થઈ ગયો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેની સ્થિતિ સારી હતી ત્યારે તે મજૂરી કામ કરતી હતી અને ઘર ચલાવવામાં તેના પતિની મદદ કરતી હતી. પરંતુ જો તે પોતે બીમાર હોય તો શું કરવું? પતિએ મને કહ્યું કે, તુ જીવો કે મર તેનાથી કોઈ ફરક નથી પડતો.

(PHOTO-FILE)