Site icon Revoi.in

દિલ્હી, હરિયાણામાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી- હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડવાની શરુઆત થઈ ચૂકી છે, પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દિલ્હી જેવા રાજ્યો હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં આગામી ત્રણ દિવસ સુઘી રાજધાનીમાં શીતલહેર ફૂંકાશે.કારણ કે આજે વહેલી સવારથી જ દિલ્હી-એનસીઆરમાં સવારની ઠંડી વધતી જોવા મળી  છે.

પ્સરાપ્તત વિગત પ્તરમાણે અહી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. શનિવારે ફરી એકવાર મોસમની સૌથી ઠંડી સવાર નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન છ ડિગ્રીએ પહોંચ્યું હતું. આ પપહેલા પણ ગુરુવારે લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી અને શુક્રવારે 6.2 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં 18 થી 20 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ ચાલુ રહેશે. આ માટે વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજધાનીમાં 14 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ ચાલી રહ્યું છે. શનિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ 24.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું 6 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ દિલ્હીમાં ચાર કેન્દ્રો પર લઘુત્તમ તાપમાન 6.9 થી 6.2 ડિગ્રીની રેન્જમાં નોંધાયું હતું.

માહિતી અનુસાર જેમાં મુંગેશપુર વેધર સ્ટેશન પર મહત્તમ તાપમાન 21.8 અને લઘુત્તમ 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જાફરપુર વેધર સ્ટેશન ખાતે મહત્તમ તાપમાન 22.3 ડિગ્રી સેલ્સિયસ અને આયા નગર ખાતે 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવનો આવી રહ્યા છે, જેના કારણે સવારના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.આજે રવિવારે પણ વહેલી સવારથી જ અહી છંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

Exit mobile version