Site icon Revoi.in

અમદાવાદનો આકાશ ગુપ્તા 173 કલાકની સતત દોડ લગાવી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે

Social Share

અમદાવાદઃ માનવીની જીન્દગી જ એક દૌડ જેવી છે, જ્યારે ઘણા એવા પણ વિરલાઓ હોય છે. દોડને જ પોતાની જીન્દગી બનાવી દેતા હોય છે. અમદાવાદના આકાશ ગુપ્તાએ અનેક રનર્સ કોમ્પિટેશનમાં ભાગ લઈને એવોર્ડ અને સર્ટીફિકેટ્સ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હાલ આકાશ ગુપ્તા શહેરની રાજપથ કલબના 400 મીટરના ટ્રેક પર 173 કલાકની સતત યાને અવિરત દોડ કરી રહ્યો છે. જેમાં આકાશે ઊંધા દોડને ક્રોસ કરી લીધી છે અને આ દૌડના અંતિમ ચરણ સાકાર થતાં જ તે ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે. તા. 23મી માર્ચથી આકાશ ગુપ્તાએ શરૂ કરેલી આ દોડ તા. 30મી માર્ચના રોજ પૂર્ણ થશે.

આકાશ ગુપ્તાએ રિવાઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું સ્કૂલ સમય દરમિયાન મને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેવો ખૂબ ગમતો હતો. 10 વર્ષની ઉંમરે શહેરની સી એન વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન સ્કૂલ કેમ્પમાં ભાગ લઈને દૌડનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી દોડ પ્રત્યેની મારી ઋચિ વધી ગઈ છે. મને ક્રિકેટ અને ફુટબોલ રમવું પણ ખૂબ ગમે છે, પરંતુ રન કરવું સૌથી વધું ગમે છે, તેને મારી જીન્દગીની હોબી બનાવી લીધી છે. રન કરવાથી મને એક અનોખી ઊર્જા અને નિજાનંદ મળે છે.

આકાશ ગુપ્તાએ રિવાઈ સાથેની વાતચિતમાં વધુમાં જણાવ્યું હતું કે, મેં વર્ષ 2015માં હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો. પહેલી જ વાર મેરેથોનમાં રજિસ્ટર્ડ થયો હતો. ત્યારબાદ મારી લાઈફ રનર બની ગઈ છે. હું દરવર્ષે મેરેથોનમાં ભાગ લઉં છું. જેમાં 18-02-2018ના રોજ રાજકોટમાં યોજાયેલી 42 કિ.મીની મેરેથોનમાં ભાગ લીદો હતો, જેમાં મને ફિટનેસ મેડલ અને સર્ટી, મળ્યા હતા. ત્યારબાદ 15-06-2019ના રોજ મુંબઈમાં અલ્ટ્રા મેરેથોન (NEB) જે સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સતત 12 કલાક રનરમાં ભાગ લીધો હતો. જેમાં મને બે ફિનિશર મેડલ અને સર્ટી મળ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, 21-07 2019ના રોજ પુનામાં યોજાયેલી હોટ અલ્ટ્રારન કેટેગરીમાં 54 કિ.મી રનરમાં ભાગ લીધો હતો. જેમાં મને ત્રણ ફિનિશર મેડલ અને સર્ટી મળ્યા હતા. આ ઉપરાંત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 14 કિ.મી રિવર્સ રનરમાં ભાગ લીધો હતો. જેમાં પણ એવોર્ડ મળ્યો હતો. આકાશ ગુપ્તા અમદાવાદની જીએસએલ કોલેજમાં બીબીએના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આકાશે માત્ર 22 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. અને અભ્યાસની સાથે જ રનર્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યો છે. જે અમદાવાદ જ નહીં પણ ગુજરાત માટે ગોરવ સમાન છે.