Site icon Revoi.in

દિલ્હીની આપ સરકારે શરૂ કરી આંબેડકર ફેલોશિપ ,સીએમ કેજરીવાલે યુવાનોને આમંત્રિત કર્યા

Social Share

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીની સરકાર સતત રાજ્યના યુવાઓને અનેક યોજનાઓ પ્રદાન કરાવતી રહતી હોય છે અને પોતાની સત્તાને મજબૂત કરવાનું કામ કરતી રહતી હોય છે ત્યારે હવે સીએમ  અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને યુવાનોને ‘બાબા સાહેબ આંબેડકર ફેલોશિપ’ માટે આમંત્રણ આપ્યું છે.

માહિતી મુજબ કેજરીવાળે  યુવાનોને દેશ અને તેની રાજનીતિ બદલવા માટે પ્રોત્સાહિત કર્યા છે. દેશમાં રાજકારણમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. તમને જણાવી દઈએ કે આંબેડકર ફેલોશિપ 11 મહિના માટે રહેશે.

આ 11 મહિનાના  સમયગાળા દરમિયાન, ઉમેદવારોએ ક્ષેત્રીય પ્રચાર, મીડિયા, સંદેશાવ્યવહાર અને સંશોધન અને ડેટા વિશ્લેષણનું કાર્ય કરવાનું રહેશે. આંબેડકર ફેલોશિપ હાઇબ્રિડ મોડમાં હશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફેસબુક પર પોસ્ટ કરીને યુવાનોને આ ફેલોશિપ માટે આમંત્રણ આપ્યું છે

કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનાર યુવાનો આંબેડકર ફેલોશિપ માટે અરજી કરી શકે છે. સંશોધન, મીડિયા અને સંચારમાં ઊંડો રસ ધરાવતા યુવા વ્યાવસાયિકો આ ફેલોશિપ માટે અરજી કરી શકે છે. જો આપણે વય વિશે વાત કરીએ, તો 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો આ ફેલોશિપ માટે અરજી કરી શકે છે.