Site icon Revoi.in

‘આપ’ના નેતા સંજ્યસિંહ દિલ્હી-એનસીઆર છોડીને બહાર જઈ શકશે નહીં

Social Share

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં સંજ્ય સિંહને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજીનો આદેશ રાઉજ એવન્યુ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટએ સુનાવણી બાદ જામીનની શરતોનો નિર્દેશ કર્યો હતો. રાઉજ એવન્યુ કોર્ટએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજ્ય સિંહને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સંજય સિંહ પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં. તેઓ દિલ્હી-એનસીઆર છોડીને જઈ શકશે નહીં. તેમજ દારૂ કૌભાંડ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ. આરોગ્યના કોરણોસર તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજ્ય સિંહના વકીલે કોર્ટમાં દિલ્હી-એનસીઆર છોડવા પૂર્વે મંજુરીની શરત નહીં લગાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ એક રાજકીય આગેવાન છે અને ચૂંટણીનો સમય છે. અદાલતે જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી-એનસીઆર છોડતા પૂર્વે પોતાની યાત્રાનો કાર્યક્રમ રજુ કરશે.

સંજ્યસિંહને મળવા માટે તેમની માતા અને દીકરો આઈએલબીએસ હોસ્પિટલ મળ્યાં હતા. સંજ્ય સિંહને લીવરને લઈને બીમરીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. હોસ્પિટલમાં લીવરની બાયોપ્સી કરાઈ છે. તેના રિપોર્ટ બાદ આગળની સારવાર કરાશે. સુપ્રીમ કોર્ટએ આબકારી નીતિ પ્રકરણમાં સંજ્યસિંહને જાણીન ઉપર મુક્ત કરવા માટે આદેશ કર્યો હતો. તિહાડ જેલના સુત્રોના જણાવ્યા અનુસાર તિહાડ જેલ અધિકારીઓને હજુ સુધી સંજય સિંહના જામીનનો આદેશ મળ્યો નથી. જામીનની શરતો સાથો કોર્ટ આદેશ કરાશે. જે બાદ આદેશ જેલમાં રજુ કરવામાં આવશે.