Site icon Revoi.in

દિલ્હીમાં આજથી સબસિડીવાળી વીજળી બંધ કરવાની  AAPની મોટી જાહેરાત

Social Share

દિલ્હીઃ- આપ સરકારે અચાનક સબસિડીવાળી વિજળી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીઘો છે.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે.

આજ રોજ શુક્રવારે તેની માહિતી શેર કરતા ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, ‘આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી બંધ થઈ જશે. એટલે કે આવતીકાલથી સબસિડી બિલ આપવામાં આવશે નહીં.

અચાનક આજથી સબસિડી વાળી વિજળી આપવાનું બંધ કરવાનું કારણ જણાવતા આતિશીએ કહ્યું, ‘મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી એલજી પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી આપ સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં.

જો કે દિલ્હીની સરકારે લીધીલો આ નિર્ણય દિલ્હીની જનતા મનાટે મોટા આંચકો  છે આ વિજળી બંધ કરવાની કારણ એલજીને ગણાવાયું છે.આતિશીએ કહ્યું કે, આવતીકાલથી 46 લાખ પરિવારો, ખેડૂતો, વકીલો અને 1984ના રમખાણો પીડિતોને મફત વીજળી મળવાનું બંધ થઈ જશે. એલજી દિલ્હી સરકારની વીજળી સબસિડીની ફાઇલ લઈને બેસી ગયા છે. ટાટા, BSESએ પત્ર લખ્યો છે કે જો તેમને સબસિડીની માહિતી નહીં મળે તો તેઓ બિલિંગ શરૂ કરશે.

આતિશીનો દાવો છે કે ગઈ કાલે મેં એલજીની ઑફિસમાં મેસેજ મૂક્યો હતો કે માત્ર 5 મિનિટની જરૂર છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. એલજીને મીડિયા દ્વારા ફાઈલ પાસ કરવા વિનંતી કરવામાં આવે છે, અન્યથા સોમવારથી આવતા વીજ બિલમાં કોઈ સબસિડી નહીં મળે.દિલ્હીની જનતા માટે આ નિર્ણય મોટો ઝડકો છે.