Site icon Revoi.in

આયુષ્યમાન ભારતઃ 3 વર્ષમાં 2.20 કરોડ લોકોએ લીધો યોજનાનો લાભ

Social Share

દિલ્હીઃ દેશના મુખ્ય આરોગ્ય કાર્યક્રમ આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત લગભગ 2.20 કરોડ લોકોને લાભ મળ્યો છે. આ જરૂરિયાતમંદ પરિવારોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાવાળો વિશ્વનો સૌથી મોટો સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ છે.

આ યોજના અંતર્ગત દેશભરના દસ કરોડથી વધુ નિર્ધન પરિવારોને સવાસ્થ્યનો લાભ આપવાનો ઉદ્દેશ્ય છે.  નેશનલ હેલ્થ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે આ ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ ગરીબ પરિવારોને નોંધપાત્ર મદદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ, ઓડિસા અને દિલ્હી સિવાય 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજના લાગુ કરી છે.

Exit mobile version