Site icon Revoi.in

ચીનના સરહદી વિસ્તારમાં ગણતરીના વર્ષોમાં 8000 કરોડની લગભગ 300 પરિયોજનાઓ પૂર્ણ થઈ

Social Share

નવી દિલ્હીઃ સીમા સડક સંગઠન એટલે કે બીઆરઓના મહાનિદેશક લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું કે, ભારતે છેલ્લા 3 વર્ષમાં ચીન સાથે જોડાયેલી સરહદ પાસે અનેક નિર્માણના કામ કર્યાં છે. રાજીવ ચૌધરી અહીં બીઆરઓના એર ડિસ્પેચ યુનિટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યાં હતા. એર ડિસ્પેચ યુનિટને દુનિયાના સૌથી મોટા 3થી કોંક્રીટ પ્રેન્ટેડ પરિસર માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું. ભારત સરકાર બજેટની સાથે નવી ટેકનોલોજી વધારીને યાયાની સુવિધાઓ વિકાસ પરિયોજનાને પુરો પાડવા માટે બીઆરઓને સહયોગ આપી રહ્યું છે.

કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષમાં બીઆરઓના બજેટમાં 100 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં જ રૂ. 8000 કરોડની લગભગ 300 બીઆરઓ પરિયોજનાઓ પૂર્ણ કરાઈ છે. 3 વર્ષમાં અમે 295 માર્ગ પરિયોજનાઓ, પુલ, સુરંગ અને હવાઈ ક્ષેત્રોનું નિર્માણ કર્યું છે જે રાષ્ટ્રને સમર્પિત કરાઈ છે. ચાર મહિનામાં અમારી વધારે 60 પરિયોજનાઓ તૈયાર થઈ છે અને અમારા કામને પ્રગતિ મળશે. બીઆરઓ માર્ગના નિર્માણમાં સ્ટીલ સ્લેગ,સ્ટીલનું એક ઉપ-ઉત્પાદ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે બીઆરઓની કામગીરીની ગતિ વધી છે, અને સરકાર પુરુ સમર્થન આપી રહી છે. સરકાર દ્વારા બજેટની સાથે નવી ટેકનોલોજી અને મશીનોની સહાય કરવામાં આવી રહી છે. આ નિશ્ચિત થઈ જાવ, આગામી ચારેક વર્ષમાં ચીનને આપણે પાછળ છોડી દઈશું. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, તવાંગ અને અન્ય વિસ્તારોમાં ઉંચાઈવાળા વિસ્તારમાં માર્ગો બંધ રહેવાના સમયમાં પણ ઘટાડો થયો છે. બીઆરઓ દ્વારા બરફ હટાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડેમચોકમાં 19 હજાર ફુટની ઊંચાઈ ઉપર દુનિયાની સૌથી ઉંચી સડનનું નિર્માણ કરાયું છે.