Site icon Revoi.in

અમદાવાદમાં રૂપિયા100ની રજિસ્ટ્રેશન ફી સાથે ABVP કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવી આપશે

New Delhi: A medical worker collects a swab sample from an IARI employee for the Covid-19 Rapid Antigen Test (RAT), at the cafeteria of the Indian Agricultural Research Institute (IARI), in New Delhi, Monday, Sept. 28, 2020. (PTI Photo)(PTI28-09-2020_000187B)

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ રોજ 12 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ કોરોના સિવાય તાવ ઉધરસ શરદી સહિત વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યુ છે. લોકોના સામાન્ય બીમારી હોયતો પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેતા હોય છે. પરંતુ કોરોના છે, કે કેમ તેનો RT-PCR ટેસ્ટ કરાવવો મોંઘો પડી રહ્યો છે.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં રેપિડ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે અને RT-PCR રિપોર્ટ માટે ખૂબ રાહ જોવી પડે છે. ત્યારે ખાનગી લેબ અને હોસ્પિટલમાં પણ હવે 700 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે ABVP દ્વારા આવતીકાલે મંગળવારથી માત્ર 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સાથે RTPCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે હવે ABVP પણ હવે મેદાને ઉતર્યું છે.સરકારી હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ તો થાય છે પરંતુ તેમાં લાંબી રાહ જોવી પડી છે. ત્યારે ખાનગી લેબ અને હોસ્પિટલમાં 700 રૂપિયામાં ટેસ્ટ થાય છે પરંતુ કેટલાક જરૂરિયાતમંદ લોકો તે કરાવી શકતા નથી. જેને કારણે ABVP દ્વારા આવતીકાલથી ABVPના કાર્યાલય પર RT-PCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે. કોરોનાનો ટેસ્ટ કરાવવા આવનાર વ્યકિતએ રજિસ્ટ્રેશનના 100 રૂપિયા ફી આપવાની રહેશે. ABVPના આગેવાન વિશાલ ખટિકે જણાવ્યું હતું કે, હાલની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ABVP સાથે નેશનલ મેડિકો ઓર્ગેનાઈઝેશન અને જન્મ શતાબ્દી સેવા સમિતિએ પણ સાથે રહેશે. પાલડી ખાતેના કાર્યાલય પર પ્રતિ દિન 100 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ મોબાઈલ નંબર પર રિપોર્ટ મોકલી આપવામાં આવશે. ABVP દ્વારા RT-PCR ટેસ્ટ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. RT-PCR ટેસ્ટ માટે સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 8160654471 અને 820048359 પર સંપર્ક કરીને પાલડી સ્થિત શ્રીલેખા ભુવન, ખોડિયાર માતાના મંદિર પાસે પાલડી ગામ ખાતે RT-PCR ટેસ્ટ કરાવવા જવાનું રહેશે.સાથે આધારકાર્ડની ઝેરોક્ષ લઈ જવી પડશે.