Site icon Revoi.in

ACC સિમેન્ટની ઈનોવેટીવ પ્રોડક્ટ ‘બેગક્રેટ’ બાંધકામ ઉદ્યોગમાં ધૂમ મચાવવા તૈયાર

Social Share

બાંધકામ માટે સિમેન્ટમાં મિશ્રણ માટેની ઝંઝટથી મુક્ત કરવા ACC લિમિટેડ દ્વારા અત્યાધુનિક ‘બેગક્રેટ’ લોન્ચ કરવામાં આવી છે. ‘બેગક્રેટ’ ચણતર બાંધકામને લગતી સિમેન્ટ મિશ્રણની સમસ્યાઓનું સરળ, ઝડપી અને ઉત્તમ સમાધાન છે. તેમાં ગુણવત્તાયુક્ત સિમેન્ટ સાથે ચણતર માટે પ્રમાણસર રેતી- કોંક્રિટ પૂર્વ-મિશ્રિત કરવામાં આવ્યા છે જેનાથી મજબૂત, ટકાઉ અને રેડી ટુ યુઝ પ્રોડક્ટ બની રહે. એટલું જ નહીં, મજબૂતાઈને ટકાઉ રાખવા તમામ ઘટકોને નિયમાનુસાર ચોકસાઈપૂર્વક તપાસી મિશ્રિત કરવામાં આવ્યા છે.

ACC લિમિટેડની ઈનોવેટીવ પ્રોડક્ટ ‘બેગક્રેટ’ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોંક્રિટ મિશ્રિત પ્રીમિયમ ઘટકોનું સપ્રમાણ સંતુલન છે. બાંધકામની વિવિધ સામગ્રીયુક્ત ACC બેગક્રીટ માર્કેટમાં બે પ્રકારોમાં ઉપલબ્ધ છે. ડ્રાય-મિક્સ અને વેટ-મિક્સ. ડ્રાય-મિક્સ એ પ્રી-બ્લેન્ડેડ કોંક્રીટ છે જેમાં ફક્ત પાણી ઉમેરતાની સાથે જ ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે વેટ-મિક્સ કાંઈપણ ઉમેર્યા કે મિશ્રિત કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવું કોંક્રિટ છે. ખાસ કરીને તે એવા સ્થળોએ ઉપયોગી છે જ્યાં પાણીનો પુરવઠો ઓછો હોય અથવા જ્યાં પરંપરાગત કોંક્રિટ મિશ્રણ તકનીકો અવ્યવહારુ હોય.

અદાણી જૂથની કંપની ACC સિમેન્ટની ઈનોવેટીવ પ્રોડક્ટ ‘બેગક્રેટ’ અસાધારણ ગુણવત્તા અને અસરકારકતા ધરાવે છે. વળી તે રિમોટ જોબ સાઇટ્સ માટે એકમાત્ર કોંક્રિટ સોલ્યુશન ધરાવતી અને પ્રોજેક્ટ્સ મેઈન્ટેનેન્સ માટે ઉત્તમ છે. વળી તેને બેગમાં સરળતાથી પરિવહન કરી શકાય છે.

પરંપરાગત સ્પર્ધાત્મક ઉત્પાદનોથી અલગ ‘બેગક્રેટ’ વિવિધ આવશ્યક ઘટકોનું મિશ્રણ ધરાવે છે. અસાધારણ કાર્યક્ષમતા અને પ્લેસમેન્ટમાં સરળતા પ્રદાન કરવા તેની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ (10 MPa થી 80 MPa) રાખવામાં આવી છે. તે સિમેન્ટ, રેતી અને આવશ્યક ઘટકોનું સપ્રમાણ પૂર્વ-મિશ્રિત મિશ્રણ છે.

તાજેતરમાં IIT બોમ્બે ખાતે સિવિલ એન્જિનિયરિંગ વિભાગની R&D લેબમાં આ ‘બેગક્રેટ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત ટકાઉ પ્રોડક્ટ તરીકે ‘બેગક્રેટ’ બાંધકામ ઉદ્યોગને વેગ આપશે કારણ કે તમામ પ્રકારના બાંધકામ પ્રોજેક્ટ્સ માટે તે અનુકૂળ વિકલ્પ છે.

ACC સિમેન્ટ 17 મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ અને 84 થી વધુ કોંક્રિટ પ્લાન્ટ્સ થકી ગ્રાહકોને ઉત્તમ સેવા પ્રદાન કરતું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ધરાવે છે. ACC એ વિજ્ઞાન આધારિત લક્ષ્યો સાથે નેટ ઝીરો પ્લેજ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ ભારતીય સિમેન્ટ કંપની છે.