Site icon Revoi.in

ભારતમાં રસીકરણમાં વેગ – માત્ર 4 દિવસમાં 1 કરોડ વેક્સિનના ડોઝ આપવાની નજીક  પહોંચ્યો દેશ

Social Share

દિલ્હી – દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થયાને 61 દિવસનો સમય પસાર થઈ ચૂક્યો છે. ત્યાર બાદ ગુરુવાર વિતેલા દિવસના રોજ 90 લાખ લોકોને વેક્સિન આપવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગુધવારના રોજ માત્ર એક જ દિવસમાં 20 લાખ 78 હજાર 791 લોકોને વેક્સિન આપવામાં આવી હતી

આરોગ્ય મંત્રાલયે હિતી પ્રમાણે વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધુ વૃદ્ધ લોકોને કોરોના કોરોના વેક્સિન આપવામાં આવી છે. તે સાથે જ  45 થી 59 વર્ષની વયના 30 લાખ કે જેઓ કોી બીમારી ધરાવે છે તેવા લોકોને પણ વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસોમાં, ભારતમાં સૌથી વધુ રસીકરણ થયું હોવાની માહિતી  છે. જો આપણે રસીકરણના ડેટા જોઈએ તો મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો વેક્સિન લગાવવાથી ઘણા દૂર છે.

દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થયાને 61 દિવસ થયા છે. આ પછી પણ, 30 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા અત્યાર સુધી માત્ર 10 ટકા સફળતા પ્રાપ્ત થઈ છે. દેશમાં વહેલી તકે રસીકરણ પૂર્ણ કરવા માટે દરરોજ 30 લાખથી વધુ લોકોને વેક્સિન આપવી જરૂરી છે.

14 મહિના પછી દેશમાં કોરોના વાયરસની તપાસનો આંકડો 23 કરોડને વટાવી  ગયો છે. ગયા વર્ષે 17 જાન્યુઆરીથી એ જ લેબમાં વાયરસની તપાસ શરુ  કરવામાં આવી હતી, જે દરમિયાન પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોયરોલોજીની લેબમાં આરટી-પીસીઆર ટેકનોલોજી દ્વારા પરીક્ષણ કરવામાં આવી  રહ્યું હતી, પરંતુ હવે આ સંખ્યા વધીને 2 હજાર 420 થઈ ગઈ છે.

સાહિન-