Site icon Revoi.in

સુરતમાં બે BRTS બસ વચ્ચે અકસ્માતમાં 5 બાઈક અને રિક્ષાનો કચ્ચરઘાણ, બેના મોત, 6ને ઈજા

Social Share

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં મ્યુનિ.સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો પૂરફાટ ઝડપે ચલાવાતી હોવાથી સમયાંતરે અકસ્માતો સર્જાતા રહે છે. શનિવારે બીઆરટીએસની બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને બસની વચ્ચે પાંચ બાઈક  દબાઈ ગયા હતા. જ્યારે બસ પાછળ આવતી રિક્ષા અને ટેમ્પો અથડાતા બન્ને વાહનોને સારૂએવું નુકશાન થયું હતું,  આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ગંભીરરીતે ઘવાયા હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરતના કતારગામ GIDC વિસ્તારમાં પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક BRTS પાછળ બીજી BRTS બસ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 જેટલા બાઈક દબાઈ ગયા હતા અને બાઈકોનો કચ્ચરઘાણ બોલા ગયો હતો. આ અકસ્માતના બનાવમાં  9 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ચારની હાલત ગંભીર ઈજા થઈ હતી. જેમાં બે વ્યક્તિનું મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તેમજ પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા કિરણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં સાંજે 7.30 વાગ્યાના અરસામાં પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતી વખતે બે ઇલેક્ટ્રિક BRTS બસ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક બસ આગળ સિગ્નલ પર ટ્રાફિક હોવાના કારણે ઉભી હતી. ત્યારે પૂરપાટ ઝડપે પાછળથી આવતી બીજી બસ આગળ ઉભેલી બસમાં ઘૂસી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં બંને બસોની વચ્ચે અંદાજીત પાંચ જેટલી બાઈક  દબાઈ ગયા હતા. તેમજ બસે  ટેમ્પો અને રિક્ષાને પણ અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ચારની હાલત ખૂબ જ ગંભીર હતી. તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેના મોત નિપજ્યા હતા સમગ્ર ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક જ મોરચો સંભાળ્યો હતો. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી હતી. આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, અને ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ મામલે સુરત ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે, કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં એક બીઆરટીએસ બસે બ્રેક મારી હતી. જેમાં તેની પાછળ ચાર બાઈક હતા. જેના પર આઠ લોકો સવાર હતા. આ દરમિયાન બીજી એક બીઆરટીસ બસ આવતા આગળની બસ સાથે અથડાઈ હતી. ત્યારે પાછળથી આવતા રિક્ષા અને ટેમ્પો પણ બસ સાથે અથડાયા હતા. હાલ બીઆરટીએસ ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે કિરણ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં એકનું મોત થયું છે. હાલ બંને બીઆરટીએસ બસને હટાવી ટ્રાફિક નોર્મલ કરી દેવામાં આવ્યો છે.