Site icon Revoi.in

ખેડા બાયપાસ હાઈવે પર અકસ્માતની ઘટના- અમદાવાદના 4 યુવકોના ઘટના સ્થળે મોત

Social Share

 

અમદાવાદ-  ગુજરાતના હાઈવે હવે જાણો કાળનો કોળીયો બની રહ્યા છે, રોજે રોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે  આજે વહેલી સવારે ખેડા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે

પ્રાપ્ત જાણકા્રી પ્રમાણે ખેડા બાયપાસ માર્ગ પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં  એક કન્ટેનર  ઊભૂ રહ્યું હતું તે જ સમયે પાછળથી  એક બાઈક ધડાકાભેર કન્ટેરની અંદર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો .આ બાઈક પર અમદાવાદના ચાર યુવકો મસાફરી કરી રહ્યા હતા. તમામ યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સિટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.જેઓના મોત થયા છે.

ઘટનાની જાણ થતાની સાથે જ પાલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વઘુ તપાસ હાથ ધરી હતી ,પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક સવારની સ્પિડ ખૂબ વધારે હોવાથઈ આ ઘટના સર્જાઈ હતી ,ઓવર સ્પિડને કારણે બાઈક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને મોત વ્હાલું થયું હતું પ્રાથમિક તપાસમાં આમ જાણવા મળી રહ્યું છે.આ ઘટનામાં મોચને ભેટલા યુવકોની બોડીને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે.અને આગળની તપાસ હાથ ધરાી છે.