1. Home
  2. Tag "Nadiad"

અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ મોટરકાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા હાઈવે નડિયાદ નજીકથી અમદાવાદ પાર્સિંગની કાર પસાર થઈ […]

નડિયાદમાં નવા મકાનનો સ્લેબ તૂટી પડ્યો, દટાયેલા ત્રણ શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા

નડિયાદઃ શહેરના સ્પોર્ટસ કોમ્પલેક્સ નજીક આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ એકાએક ધરાશાયી થતા ત્રણ શ્રમિકો દબાયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળ સ્થળ પર પહોંચી હતી. અને ત્વરિત કામગીરી કરીને ત્રણેય શ્રમિકોને સ્લેબના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. નડિયાદ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક મરીડા રોડ […]

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

 નડિયાદઃ સુપ્રસિદ્ધ એવા સંતરામ મંદિરમાં શનિવારે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવા સાથે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નડિયાદ ખાતેના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શનિવારે મહા સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢળતી સંધ્યાએ મંદિરમાં ‘દિવ્ય સાકરવર્ષા’ કરવામાં આવી હતી. મહાઆરતી બાદ યોજાયેલી સાકરવર્ષા […]

નડિયાદઃ તહેવારો પૂર્વે 1462 કિલો ભેળસેળિવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલા એક એકમમાંથી અંદાજે રૂા. 4 લાખથી વધુ કિંમતનો 1462 કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય […]

નડિયાદમાં જૂની સબજેલનું બાંધકામ દુર કરીને આધુનિક સુવિધાથી સજજ સીટી બસ સ્ટેન્ડ બનાવાશે

અમદાવાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં 80 વર્ષ પહેલા બનેલી જૂની સબજેલનું બાંધકામ દુર કરીને તેની જગ્યાએ કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સીટી બસ સ્ટેન્ડ અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. આ સબજેલ લાંબા સમયથી બિન ઉપયોગી છે અને જર્જરિત હાલતમાં હોવાથી તેની જગ્યાએ સીટી બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય કરાયાનું જાણવા મળે છે. નડિયાદ શહેરમાં રેલ્વે સ્ટેશન સામે […]

નડિયાદ નજીક પીપલગ ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નુકશાન

નડિયાદઃ શહેર નજીક આવેલા પીપલગ ગામની સીમમાં પસાર થતી મહીની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં પૂરની જેમ ફરી વળ્યું હતુ. જેમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઈટ પર પાણી ફરી વળતા નુકશાન થયુ હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સિંચાઈ વિભાગ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને ગામના સરપંચ દ્વારા જાણ કરતા દોડતા થયા હતા. ત્યારબાદ […]

સાંસદ ખેલ સ્પર્ધાઃ નડિયાદમાં ખેલ સ્પર્ધાનો સમાપન સમારંભ યોજાશે

અમદાવાદઃ નડિયાદ સ્થિત ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023નો તા.૨૫ના રોજ સમાપન સમારંભ યોજાશે. આ સમાપન સમારંભમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023ના પ્રાયોજક કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સ્પર્ધાની વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાશે. આ પ્રસંગે ખેડા લોકસભાની તમામ વિધાનસભાના ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં […]

નડિયાદમાં પોલીસે દારૂ પકડવા માટે રેડ પાડી તો નકલી હળદર બનાવવાની બે ફેકટરી પકડાઈ

નડિયાદઃ શહેરના  ટાઉન પોલીસે  ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. નડિયાદ પોલીસને ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે કેમિકલ ઉતર્યું હોવાની બાતમી મળી હતી. પોલીસ જ્યારે બાતમીવાળા સ્થળ પર પહોંચી તો ડુપ્લિકેટ દારૂના કેમિકલના બદલે ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, કારખાનમાં હળદળ પાવડર બનાવવા માટે સૂકી હળદળ જ ન […]

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે […]

નડિયાદ: પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી

અમદાવાદઃ નડિયાદ ખાતે આગામી સમયમાં આયોજીત થનાર 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2023ના સુચારુ આયોજન બાબતે PCIના પ્રેસિડેન્ટ ડૉ. દીપા મલિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા હાઈ પર્ફોમન્સ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પેરા નેશનલ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમતગમત અધિકારી ડો. મનસુખભાઈ તાવેથીયા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code