1. Home
  2. Tag "kheda"

વડોદરા અને ખેડામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે દરમિયાન નર્મદાના રાજપીપળામાં વડોદરાના પરિવારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના કરુણ મોત થયા હતા. જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના રાજપીપળાથી કારમાં વડોદરા આવતા પરિવારને ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેના કારણે […]

ખેડામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત 100 ટકા અરજીઓ મંજૂર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત અપાયેલી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછાયો હતો. જેનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં વર્ષ-2023માં આ યોજના હેઠળ કુલ 42 અરજીઓ આવી છે. તે પૈકી 100 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવી છે. […]

ખેડાના ઉંધેલા ગામે યુવાનોને જાહેરમાં મારમારતા 4 પોલીસ કર્માચારીને 14 દિવસની સજા, 2000નો દંડ

અમદાવાદઃ  ખેડા જિલ્લાના ઉંધેલા ગામે ગત વર્ષે ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બનતા પોલીસે આરોપીઓને પકડીને ગ્રામજનોની હાજરીમાં જ આરોપીઓને વીજળીના થાંભલે બાંધીને ઢોર મારમાર્યો હતો. અને તેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણી બાદ ચારેય પોલીસ કર્મચારીઓને 14 દિવસની જેલની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ […]

ખેડાના ઉંધેલા ગામે આરોપીઓને જાહેરમાં મારમારતા ચાર પોલીસ કર્મચારીઓ સામે આરોપો ઘડાયા,

અમદાવાદઃ ખેડા જિલ્લાના ઉંધેલા ગામે ગત વર્ષે ઑક્ટોબર 2022માં નવરાત્રિ દરમિયાન, ગરબા કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાનો બનાવ બનતા પોલીસે કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજના 13 આરોપીઓની ધરપકડ કરી હતી. અને આરોપીઓને ગામના જાહેર મેદાનમાં ઉભા રાખીને લાકડીઓ વડે માર માર્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા આરોપીઓને જાહેરમાં માર મારવાના […]

ખેડા-મહિસાગરઃ ઉદવહન સિંચાઈ યોજના હેઠળ 120 તળાવો મારફતે સિંચાઈનું પાણી પુરુ પડાશે

અમદાવાદઃ ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8100 હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઇ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 794.40 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ […]

ખેડાઃ NH-47 અમદાવાદ-ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી ગેરકાયદેસર કટ બંધ કરાશે

અમદાવાદઃ ખેડા જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ વર્ક ઝોનના રોડ સેફટી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઋત્વિજા બેન દાની દ્વારા ખેડા જાન્યુઆરી 2023 થી જૂન 2023ના માસ વાર જિલ્લામાં બનેલ કુલ અકસ્માત, ફેટલ અકસ્માતની  વિગતો, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, ઇમ્પ્લીમેંટેશન અને મેઇન્ટેનન્સ કામગીરી, […]

ખેડાના નજીક પ્લાસ્ટિકના દાણાની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરાયો

નડિયાદઃ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને પાણીનો જોરદાર […]

સાંસદ ખેલ ’ સ્પર્ધાથી રમતવીરોને ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક મળી છે, મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા -2023ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ […]

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ખેડા-આણંદમાં 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ અને ખેડામાં તંત્ર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે એક-બે નહીં પરંતુ 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતના આણંદમાં આઠ અને ખેડામાં 20 સ્થળો ઉપર બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ આ અંગે […]

ગળતેશ્વરઃ મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળ્યાં, તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના ખેડામાં ગળતેશ્વરમાં મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બંને બાળકો ક્યાં છે અને તેમના કેવી રીતે મૃત્યુ થયા તેને લઈને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વરમાં મહી કેનાલમાં બે બાળકોના મૃતદેહ જોઈને સ્થાનિક ખેડૂતો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસનો સંપર્ક કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code